આજે બકરી ઈદ નો તહેવાર સમસ્ત મુસ્લિમ સમાજ માનવી રહ્યો છે. વિવિધ મસ્જિદોમાં ઈદ ની વિશિષ્ટ નમાજ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી. ત્યારબાદ તમામ બિરાદરોએ એક બીજાના ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી.
આજે સાઉદી કેલેન્ડર પ્રમાણે ૧૦ ઝીલ્હજ્જ (શુક્રવાર) હાજીઓ હજના એક અરકાન એવા મુઝદાલિફા થી પ્રયાણ કરી શેતાનને કાંકરા મારી કુરબાની કરી એહરામ છોડી કાઢશે. તેમજ વિવિધ દેશોમાં પણ આજે મુસ્લિમોની અતિ મહત્વની ઈદ ઉલ અડહા ની ઉજવણી કરવામાં આવી રહેલી છે. તો આ થકી અમો તમામ વાચક વર્ગને કે જેઓ આજે ઈદ માનવી રહ્યા છે તેમને ઈદ ની ખુબ ખુબ મુબારક્બાદીઓ આપીએ છીએ. અલ્લાહ તમામ મુસ્લિમોને આ અતિ પવિત્ર ઈદની ખુશીઓ નશીબ ફરમાવે. અત્રે નોંધનીય છે કે, અહીં ઇન્ડિયામાં ઈદ ની ઉજવણી શનિવારે તારીખ ૭ જૂન ૨૦૨૫ના રોજ મનાવવામાં આવશે.