South Africa guest visited UK
Guest from South Africa Mr. Asif Dahya visited UK, have some pics from Leicester.

TANKARIA WEATHER



આજે ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ટંકારીઆ પી.એચ.સી.સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગ્રામ પંચાયત ટંકારીઆ તથા અંજુમન ટ્રસ્ટ અને મદની શિફાખાના તથા પી.એચ.સી.સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નવયુવાનોએ ભાગ લીધો હતો.
A blood donation camp was organized at the Tankaria PHC Center.
Today, on 15 August 2026, a blood donation camp was organized at the Tankaria PHC Center with the cooperation of the Gram Panchayat Tankaria, Anjuman Trust, Madani Shifakhana, and the PHC Center, in which a large number of young people participated.



આથી જણાવતા આનંદ થાય છે કે આજ રોજ તા. ૧૫/૦૮/૨૦૨૬ ને શનિવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં સ્વાતંત્ર્યદિન (રાષ્ટ્રીય પર્વ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારે ૯:૦૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત સદસ્ય અસ્માબેન પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન વસાવાએ સ્થાન ગ્રહણ કરી તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે દેશ ભક્તિ ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકોઓએ આજ રોજ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાની કૃતિ રજુ કરી. આ ઉપરાંત હાજર રહેલ મહેમાનોમાં જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, ઓલ ઇન્ડિયા મોહસિને આઝમ મિશનના જનરલ સેક્રેટરી મુનીરભાઈ વોરા, ટંકારીઆ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મંગુભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ સફવાનભાઈ ભૂતા, તલાટી કમ મંત્રી ઘનશ્યામ વસાવા, ઇકબાલભાઈ માલાતગાર યુ.કે., મેહબુબભાઈ ગોચા ઝિમ્બામ્બે, સિદ્દીક ટીચુક યુ.કે., નાસીરભાઈ લોટીયા (સોશીયલ વર્કર), ઝાકીરભાઈ ઉમટા (માજી સરપંચ), મુસ્તાકભાઇ રખડા, યાકુબભાઈ બોડાં તેમજ આમંત્રિત મહેમાનો શાળાના પ્રમુખશ્રી ઈશાકભાઈ પટેલ ટ્રસ્ટી મંડળના અન્ય સભ્યો, શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકો હાજર રહયા હતા. હાજર રહેલ મહેમાનોમાં શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક મહંમદ પટેલ સાહેબે પ્રસંગને અનુંરૂપ બોધવચનો આપી આઝાદીની જંગમાં પોતાના કિંમતી જીવનની આહૂતિ આપનાર શહીદોને યાદ કરી શ્રધાજંલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ ટંકારીઆ ગામમાં ભડ્ભાગ કબ્રસ્તાનમાં મહેમાનો ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આમ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો મહેમાનોએ હાજર રહી ધામધૂમથી આઝાદીના રંગે-રંગાઈને ઉજવણી કરી દેશભક્તિનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા.





👉મિત્ર મંડળ ટંકારીઆ એ તા.૪.૮.૨૦૨૬ ના રોજ માંગરોલ તાલુકાના કોસાડી ગામે અને તેની આજુબાજુના ૪ ગામોમાં પૂરગ્રસ્તમાં નુકશાન થયેલ જેવા જરૂરતમંદ નિરાધાર લોકો સુધી ઘરવપરાશની અને જરૂરી રાશન સાથેની જીવન જરૂરિયાત વાળી ૧૦૦ કીટોનું સુંદર રીતે વિતરણ કરેલ….. 👉જેમાં ૪ કીટો ગરીબ આદિવાસી હિન્દુ પરીવારોને આપેલ જે પેટે જમા થયેલ વ્યાજની રકમ અને બાકીની રકમ અબ્દુલભાઈએ લીલ્લાહ આપેલ તેમાંથી ઉમેરવામાં આવેલ હતી….. તેમજ અબ્દુભાઈની લીલ્લાહ રકમમાંથી ૨ કીટો સૈયદ ફેમીલીને આપી, બાકીની તમામ ભેગી થયેલ રકમ (ઝકાત, સદકો અને લીલ્લાહ અને નફીલ સદકો) માંથી ૯૪ કીટો શરીયત મુજબ જે તે મુસ્તહિકો સુધી પહોંચાડેલ છે.. . અલ્લાહ પાક આપની સખાવતને ક્બુલ ફરમાવે. વધુમાં ત્યારબાદ..
👉આજરોજ તા. ૧૨.૮.૨૦૨૬ ના રોજ મિત્ર મંડળ ટંકારીઆ, ટંકારીઆ ગામજનોની અને એન.આર.આઈ ભાઈ-બહેનોની સખાવતના લઈને, જોગવાડ, જી. નવસારી મુકામે જોગવાડ ગામના જવાબદાર આગેવાનો અને દારૂલ ઉલૂમ જામીઆહના મોહતમીમ સાહેબના મશવેરાથી અને તેઓનાં રેહબરીમાં જોગવાડ ગામના આજુબાજુના ૪ ગામોમાં જે તે હક્કદારો – મુસ્તહિક સુધી શરીયત અનુસાર ઘરવપરાશની અને જરૂરી રાશન સાથેની જીવન જરૂરિયાતવાળી ૬૦ કીટોનું વિતરણ કરેલ છે. જે પેટે દેશ-વિદેશથી મારા ભાઈ-બહેનોએ સખાવત કરેલ છે. એમની સખાવતોને (અરકાનને) અલ્લાહ તઆલા કબુલ મકબુલ ફરમાવે. આમિન… આ રકમ માંથી જે રકમ વધેલ છે તે અસરગ્રસ્ત લોકોમાં રોકડા પેટે વહેંચી આપી છે. આ કીટોમાં ૪૬ કીટો ઝકાત, સદકાની હતી, ૧૪ કીટો લીલ્લાહ અને નફીલ સદકાની હતી. જેનું શરીયત મુજબ ઝકાતના હક્કદારોને વિતરણ કરેલ છે .
👉વધુમાં.. તેમજ યુ.કે. ના એક બહેન તરફથી છેલ્લા દિવસે રૂા.૫૧,૪૩૨/- વ્યાજની રકમ હસ્તે હાજી ગુલામભાઈ માલાતગાર ના હસ્તે આવતા જોગવાડ ગામના જામીઆ દારૂલ ઉલૂમના મોહતમીમ સાહેબ અને ગામ આગેવાનોના મશવેરા મુજબ ફક્ત રાશનની સારામાંની ૧૫ કીટો બજેટ અનુસાર બનાવી … સખાવત કરનારની નિયત અને શરીયત મુજબ ૧૫ ગરીબ – નિરાધાર આદિવાસીઓ કે જેમને નુકશાન થયેલ છે તેવા હિન્દુ પરીવારોને વ્યાજની રકમમાંથી બનાવેલ ફક્ત રાશનની કીટો પહોંચાડી છે અને વ્યાજની વધેલ રકમ રોકડા પેટે આપેલ છે.
આમ પૂરગ્રસ્ત માટેની તમામ રકમનો સદ્ઉપયોગ કરી આજરોજ હિસાબ ઝીરો કરેલ છે. ફરીવાર બારગાહે ઈલાહીમાં દુઆ છે કે, અલ્લાહ તઆલા આપની સખાવતોને (અરકાનને) કબુલ ફરમાવે, અને આપને દિન-દુનિયાની દોલતથી માલામાલ કરે, આપના ધંધા-રોજગારમાં બરકત અતા ફરમાવે અને તંદુરસ્તી અતા ફરમાવે. તેમજ તમામ મર્હુમોની મગફીરત કરી, એમની તમામ કબરોને જન્નતનો બાગ બનાવે. આમિન…. સુમ્મા આમિન……..
નોંધ:- કીટો વિતરણ કરવાનો મિત્ર મંડળ ટંકારીઆનો આવવા જવાનો અને ઈતર ખર્ચ અમો મિત્ર મંડળે જાતે કરેલ છે જે આપની જાણ માટે….🌳



