1 54 55 56 57 58 524

આપણા ગામના ચેતન કાશીભાઈ વાળંદનું આજે અવસાન થયું છે. મરણ પામનાર સારા સ્વભાવના માણસ હતા અને ગામલોકો સાથે ઘરોબો ધરાવતા વ્યક્તિ હતા.

આપણા ગામના વયોવૃદ્ધ વડીલ હાજી ઇબ્રાહિમ માસ્તર મનમન બે ત્રણ દિવસ પહેલા ઉમરાહ કરવા માટે ગયા હતા. અલ્લાહના ફઝલો કરમથી એમણે ઉમરાહ પણ કરી લીધા હતા. અને બાદમાં તેઓ જેદ્દાહ ખાતે તેમના પૌત્ર મતિન મનમન ના ઘરે આવ્યા હતા તે દરમ્યાન રાત્રે તેમનો પગ લપસી જતા તેમને થાપામાં ચોટ આવી છે અને થાપામાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું છે. તેના માટે એમને સર્જરી કરવી પડે એમ હોય તેઓને તાત્કાલિક જેદ્દાહથી વડોદરા ખસેડવામાં આવ્યા છે. તો આપ એમની સર્જરી આસાનીથી થઇ જાય અને ફરીથી એકદમ તંદુરસ્ત થઇ જાય એવી દુઆ બારગાહે ઇલાહીમાં ગુજારવાની અપીલ કરીએ છીએ. મનમન સાહેબ ઉમરામાં જતા પહેલા એમની ખ્વાહિશ હતી અને કહેતા હતા કે આ વખતે તો રમઝાન ઈદ મદીનાશરીફ માં જ કરવી છે. પરંતુ અલ્લાહની મરજી આગળ કોઈનું કશું જ ચાલતું નથી. અલ્લાહ પાક તેમને આવતા રમઝાન માસમાં મદીના શરીફમાં ઈદ નશીબ ફરમાવે.

આપ સૌ એ દુઃખદ સમાચારથી વાકીફ છો કે મારી અહલિયા મરહૂમા ફરજાના ઇબ્રાહીમ બોડા હાલમાં જ રોડ અકસ્માતમાં અલ્લાહને પ્યારા થઈ ગયા છે. તો આપ સૌને હું દર્દભરી અપીલ કરું છું કે મરહૂમા માટે આપ સૌ મગફીરતની દુઆ કરશો. અલ્લાહ તઆલા મરહૂમાની મગફીરત ફરમાવી જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા કરે. આ સાથે મારી એ અરજ છે કે રમજાનના મુબારક દિવસો ચાલી રહ્યા છે તો આપ સૌ એક વખત સૂરએ ફાતેહા અને ત્રણ વખત સૂરએ ઇખલાસ પઢી મરહૂમાને જરૂર બક્ષી આપશો. અલ્લાહ તઆલા તમામ મુસલમાન ભાઈ બહેનોની મગફીરત ફરમાવે. આમીન.
દુઆગો ઇબ્રાહીમ ઇસ્માઇલ બોડા. સાઉદી અરેબિયા…………

HANIF GULAM SAMLI [DRIVER] passed away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 11pm today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen. 

HAJI MUSABHAI UMARJI GODER [BROTHER OF HASANMASTER GODER] passed away at Bolton, Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

In Tankaria [India] sitting arrangement kept in Hasanmaster Goder home at Aman colony. 

YASMINBEN SHABBIR JET passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 11pm today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen. 

આપણા ગામના ઇબ્રાહીમભાઇ બોડા [બોડા મૌલાનાસાહબ ના ભાઈ] ગતરોજ રાત્રે તેમની એહલ્યા ફરજાનાબેન સાથે રિયાધ થી દમામ ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમ્યાન તેમની ગાડીનું ટાયર ફાટતા ફરજાનાબેન ઇબ્રાહિમ બોડાનું સ્થળ પર અવસાન થયું છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. તેમજ ઇબ્રાહીમભાઇ બોડાને સામાન્ય ઈજાઓ થઇ છે.
ટંકારીઆમાં તેમનું બેસણું અઝીઝમાસ્ટર બોડાને ત્યાં [કુમારશાળા – પીપળા સ્ટ્રીટ] રાખેલ છે.

Our village’s Ibrahimbhai Boda [Boda Maulana Sahab’s brother] was traveling from Riyadh to Dammam in a car with his wife Farjanaben last night when the tire burst. Farjanaben Ibrahim Boda died on the spot…Inna lillahe wainna ilayhe rajeun. Ibrahimbhai Boda also suffered minor injuries but recovering.

આગામી હોળીનો તહેવાર અને રમઝાન માસને ધ્યાનમાં રાખી આજરોજ ટંકારીઆ ગ્રામ પંચાયત કચેરીમાં પાલેજ પી.આઈ. કોમલબેન વ્યાસના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પી.આઈ.એ પોતાના સંદેશમાં આગામી હોળી-ધુળેટી તથા રમઝાન માસનો મહિનો ચાલતો હોય, તમામને શાંતિપૂર્વક પોતપોતાના તહેવારો ઉજવવાની અપીલ કરી હતી. શાંતિ અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ મિટિંગમાં પાલેજ પી.આઈ. કોમલબેન વ્યાસ ઉપરાંત તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમતા તથા તલાટી ઘનશ્યામભાઈ તથા ગામ આગેવાનો હાજર રહ્યા હતા.

1 54 55 56 57 58 524