1 53 54 55 56 57 524

HAJI YAKUB ISMAIL RANDHVAWALA passed away by heart attack……… Inna Lillahe Wainna Ilayhe rajeun. Namaj e janaja will held at hashamshah [RA] graveyard after Zuhar prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

પરંપરાગત જશ્ન એ શબીના નો પ્રોગ્રામ જામા મસ્જિદમાં ચાલુ છે. આજે ૨૯ રમઝાન, આજે ખત્મે કુરાન શરીફ શબીના તરાવીહમાં થશે. ગામ ઉપરાંત બહાર ગામોમાંથી મોટી સંખ્યામાં શબીના તરાવીહ પઢવા માટે લોકો આવ્યા છે. બહાર ગામથી પધારેલા મહેમાનો માટે સહેરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રમઝાનમાં શહેરી કરવા માટે ગૃહિણીઓને ઉઠાડવા માટેની પરંપરા અનુસાર સમગ્ર ગામમાં તબક્કાવાર રાત્રીના સમયમાં શેરીએ-શેરીએ – ફળિયે-ફળિયે ફરી ઉઠાડવાનું કામ કરતા ભાઈઓની લાક્ષણિક ઝલક પ્રસ્તુત છે.

આજે ૨૭ રમઝાન યાને શબે કદ્દર. કસ્બા ટંકારીઆની દરેક મસ્જિદોમાં આજે તરાવીહમાં કુરાન શરીફ પઢવું મુકમ્મલ થયું. ત્યાર બાદ દરેક મસ્જિદોમાં દુઆઓ થઇ હતી અને “અલવિદા અલવિદા માંહે રમઝાન અલવિદા” [ખુતબા એ અલવિદા] પઢવામાં આવ્યું હતું. જે સંદર્ભે તમામ મસ્જિદોને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં પણ આવી હતી.

રમઝાન ઈદને ગણતરીના દિવસો બાકી રહેલા છે. જેને ધ્યાને લઇ ટંકારીઆ ગામની નવયુવાન કમિટી ૧૦૮ ગ્રુપના નવયુવાનોએ ઈદગાહ સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું છે. તરાવીહની નમાજ બાદ નવયુવાનો ઈદગાહમાં હાજર થઇ ઈદની નમાજની વ્યવસ્થા કરવા માટે ઈદગાહની સાફસફાઈ માટે લાગી ગયા છે. ધન્ય છે ૧૦૮ ગ્રુપ – ટંકારીઆ.

આપણી વેબસાઈટના એડમિનિસ્ટ્રેટર શકીલ અબ્દુલ્લાહ ભા હાલમાં ઉમરાહ કરવા માટે ગયા છે. હમણાં તેઓ મદીના શરીફમાં છે. ત્યાં મદીના શરીફમાં આપણા ગામના મિત્રોની મુલાકાત થઇ જે તે વખતની લાક્ષણિક તસવીરો રજુ કરીએ છીએ.

Shakil Abdullah Bha, one of the administrator brother of our website, has gone to Umrah. Right now he is in Medina Sharif. There, the friends of our village were visited in Medina Sharif, have a look of some pics. Seen here are Imtiyaz Bhai Bapuji, Abdul Bhai Farat, Abdul Samad Lariya, Faruk Bhai Delawala and friends.

1 53 54 55 56 57 524