ટંકારીઆમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી

ટંકારીઆ ગામમાં મુખ્ય કુમારશાળા ટંકારીઆ, બ્રાન્ચ કન્યાશાળા, કન્યાશાળા ટંકારીઆ, બ્રાન્ચ કુમારશાળા ટંકારીઆમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી .
આ તમામ શાળાઓમાં
મુખ્ય મહેમાન તરીકે પધારેલ શ્રી ડો.મારકંડ માવાણી સાહેબ ડાયટ લાયઝન ભરુચ,શ્રી દિપકકુમાર બીઆરપી ભરુચ ના હસ્તે આ ચાર શાળાઓમાં બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર કુલ 65 બાળકો,
ધો.1માં પ્રવેશ મેળવનાર કુલ 101 બાળકો અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો.તેમજ ધો.3 થી 8 માં પ્રથમ નંબર મેળવનાર, CET, NMMS, અને જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
મુખ્ય મહેમાન શ્રી માવાણી સાહેબે ટંકારીઆ ગામના શિક્ષણના ખૂબ વખાણ કર્યા. એમણે નર્મદા નદીનું ઉદાહરણ આપી કહ્યું કે જેમ નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે તેમ ટંકારીઆ પણ શિક્ષણનું મુખ્ય સ્ત્રોત છે.તેમજ વિદ્યાર્થીઓ IAS અને IPS બને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી અબ્દુલભાઈ ટેલર,માજી સરપંચ શ્રી જાકીરભાઈ ઉમટા, માજી ડે.સરપંચ શ્રી ઉસ્માનભાઈ લાલન,શ્રી સલીમભાઈ ઉમટા,તમામ એસ એમ સી ના અધ્યક્ષ શ્રી તેમજ સભ્ય શ્રી,ગામના વડીલો અને ખાસ કરીને ગામની બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતમાં શાળાના પટાંગણમાં મહેમાન શ્રી ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*