ટંકારીઆમાં મુસ્લિમ લીગ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
આજરોજ ૧૪/૧૨/૨૦૨૫ ને રવિવારના રોજ બારીવાલા સ્પોર્ટ્સ ક્લબના ગ્રીન લોન આચ્છાદિત ક્રિકેટ મેદાન પર સમગ્ર મુસ્લિમ સમાજ માટે મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે. સદર ટુર્નામેન્ટ ની ઉદ્ઘાટન સમારંભ આજરોજ મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તિલાવતે કુરાનથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ માજી ઇન્ડિયન ક્રિકેટર રશીદ પટેલે તેમના ઉદ્બોધનમાં ટુર્નામેન્ટના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને આ ટુર્નામેન્ટ એખલાસ અને ખેલદિલી સાથે પરિપૂર્ણ થવાની શુભકામના પાઠવી હતી.
અંતમાં માજી ક્રિકેટર રશીદ પટેલ દ્વારા રીબીન કાપી ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આપ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રશીદ પટેલ, રણજી ખેલાડી લુકમાન મેરીવાળા, સોયેબ સોપારીયા ઉપરાંત માજી રણજી ક્રિકેટર સલીમ વૈરાગી તથા સુલેમાનભાઈ પટેલ, મુબારકભાઈ ડેરોલવાલા, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, સઇદ બાપુજી, વિધેંશ થી પધારેલા ઈકબાલ ધોરીવાલા, મુસ્તાક ટટ્ટુ, મુસ્તુફાભાઈ ખોડા, માજી સરપંચ આરીફ પટેલ તેમજ ગામ પરગામથી ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત મીડિયા કર્મીઓ પણ હાજર રાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝાકીરહુસૈન ઉમતા દ્વારા કરવામાં આવ્યું હતું.



TANKARIA WEATHER
Leave a Reply