દુઆની દરખાસ્ત

આપણા ગામના, આપણી Tankaria wetpaint (અગાઉની જૂની વેબસાઈટ) ના એડમિનિસ્ટ્રેટર, મિકેનિકલ એન્જીનીયર, જેદ્દાહ ખાતે કુટુંબ સાથે સ્થાયી થયેલા તથા મક્કામાં હરમશરીફ ઍક્સટેંશન પ્રોજક્ટમાં છેલ્લા પાંચ વર્ષથી QA/QC એન્જીનીયર તરીકે કામ કરતા મોહમ્મદમતીન બસીર ઇબ્રાહિમ મનમન કે જેઓ પોતાની ફરજ પર મક્કામાં હતા અને કોઈ કામ અર્થે મસ્જીદે જિન પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન એક સાઉદી કાર ચાલકની પૂરપાટ ઝડપે આવતી કાર દ્વારા મોહમ્મદમતીનને અડફેટે લેતા તેમને પગમાં મોટું ફ્રેક્ચર, માથાના ભાગમાં ઇજા થતાં કેટલાક ટાંકાઓ લેવા પડ્યા તથા હાથની કોણીના ભાગે પણ ઇજા થયાના અહેવાલ સાંપડ્યા છે. તેઓને પગમાં જે ફ્રેકચર થયું છે એનું આ રવિવારે ઓપરેશન થશે તો આ થકી અમો તમામ વાચકવર્ગને અપીલ કરીએ છીએ કે, આપ મોહમ્મદમતીનની શિફા એ કુલ્લી અને તંદુરસ્તી માટે અલ્લાહના દરબારમાં દુઆઓ ગુજારશો. અલ્લાહ મોહમ્મદમતીનને જલ્દીથી જલ્દી શિફા આપે અને તંદુરસ્તી બક્ષે. આમીન.

3 Comments on “દુઆની દરખાસ્ત

  1. અલ્લાહ આસાન કરશે. ઈનશાઅલ્લાહો તઆલા.

  2. Salam from Ismail Saheb Khunawala ,London
    I am deeply sorry to hear the very sad news of Janaab Muhammadmatin Manman who is badly injured by a car accident in Makka Mukarrama while passing by Masjid e Jinn. It is my earnest and sincere prayer and Duas that may Allah Almighty give him a speedy recovery from the serious injuries and fractures. A very nice gentleman by all means. A very active member of Tankaria wetpaint Website administration..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*