૭૬માં પ્રજાસત્તાકદિનની રંગેચંગે ઉજવણી કરાઈ
આજે ૨૬મી જાન્યુઆરી એટલે કે, પ્રજાસત્તાક દિવસ. આજે સમગ્ર ભારત ૭૬મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. જે સંદર્ભે આજે સવારે ૮ વાગ્યે ગ્રામપંચાયતના પટાંગણમાં ધ્વજારોહણની વિધિ રાખવામાં આવી હતી અને ભરૂચ તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તલાટીશ્રી ઘનશ્યામભાઈ તથા માજી સરપંચ ઝાકીર ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન ઉપરાંત ગ્રામજનો હાજર રહ્યા હતા. ત્યારબાદ કુમારશાળા (મુખ્ય) અને કન્યાશાળા (બ્રાન્ચ)ના સંયુક્ત ઉપક્રમે કન્યાશાળા (બ્રાન્ચ)માં ધ્વજ વંદનવિધિ “દીકરીની સલામ, દેશ કે નામ અંતર્ગત” ગામની શિક્ષિત દીકરી ડો. ઝૈબા સિરાજુદ્દીન ખાંધિયા [M.B.B.S. – M.S. (Gyn) – Fertility Specialist IVF Specialist] ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં કન્યાશાળા (મુખ્ય) તથા કુમારશાળા (બ્રાન્ચ)ના સંયુક્ત ઉપક્રમે ધ્વજ વંદનવિધિ કન્યાશાળા (મુખ્ય)ના ભવ્ય ચોગાનમાં રાખવામાં આવી હતી ત્યાં પણ ધ્વજ વંદનવિધિ “દીકરીની સલામ, દેશ કે નામ અંતર્ગત” ગામની શિક્ષિત દીકરી ડો. શાહીન ગુલામ ઉમરજી ઇપલીના કરકમલો દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ધ્વજારોહણ તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તમામ શૈક્ષણિક સંકુલોમાં ધ્વજારોહણ બાદ ગગનભેદી દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તેમજ વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ યોજવામાં આવ્યા હતા.
Leave a Reply