ટંકારીયા ખાતે વર્ષ 2022-23ની સાધારણ સભા તેમજ સંલગ્ન ચેરમેન ગુલામ ભાઈ ઈપલી નો વિદાય સમારંભ યોજાયો.

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામે ભરૂચ તાલુકા ઉત્તર વિભાગ પ્રાથમિક શિક્ષક કો.ઓ ક્રેડિટ સોસાયટી ટંકારીયા દ્વારા 2022-2023ની સાધારણ સભા તેમજ ચેરમેન ગુલામભાઈ ઇપલીનો સંલગ્ન વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન દ્વારા કરવામાં આવી હતી,ત્યાર બાદ કોરોના કાળ માં મુત્યુ પામેલ શિક્ષકોનું બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં જિલ્લા સંઘ મહામંત્રી પ્રદીપસિંહ રાણા,જિલ્લા શિક્ષક સંગઠન મંત્રી ઈકબાલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, વય નિવૃત્ત થતાં પ્રમુખ નું પ્રદીપસિંહ રાણા ના હસ્તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.સેક્રેટરી મહંમદરફીક અભલી દ્વારા ગત વર્ષની માહિતી સભાસદો સમક્ષ રજુકરી હતી તેમજ 2022-23 ના હિસાબોને મંજૂર કરી બહાલી આપી હતી. તદુપરાંત આ મંડળીના ભૂતપૂર્વ ચેરમેનોનું પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે મહમ્મદ ટંકારવી, યાકુબ ચતી હતા. મંડળીના ભૂતપૂર્વ સેક્રેટરી યાકુબ ફરતને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમનું સંચાલન શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા સિમરથા પ્રાથમિક શાળાના આચાર્ય ઉઘરાદાર યાકુબ મુસા દ્વારા કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં જિલ્લા સંઘ મહામંત્રી પ્રદીપસિંહ રાણા,જિલ્લા શિક્ષક સંગઠન મંત્રી ઈકબાલભાઈ પટેલ, ટંકારીયા મંડળિના ચેરમેન ગુલામભાઈ ઇપલી, માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર નાસીરહુસેન લોટીયા વગેરે મહેમાનો તેમજ સભા સદો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*