Shab E Qadr in Tankaria

આજે ૨૭ રમઝાન યાને શબ એ કર્દ્ર. આજે તમામ મસ્જિદોમાં તરાવીહમાં કુરાન શરીફ ખત્મ થઇ ગયું. આજે મોટી સંખ્યામાં મસ્જિદોમાં નમાઝીઓની હાજરી દેખાઈ. તરાવીહ બાદ દરેક મસ્જિદોમાં ખુતબ એ અલવિદા પઢવામાં આવી હતી. હાજરજનોએ ગમ સાથે અલવિદા પઢ્યા બાદ તમામ ઉમ્મતે મુહમ્મદી માટે ભલાઈની તથા તમામ મર્હૂમીનો માટે મગફિરતની દુઆઓ થઇ હતી. સમગ્ર વિશ્વમાં અમન, ચૈન, શાંતિ તેમજ સલામતી અને ભાઈચારો અકબંધ રહે તે માટે વિશેષ દુઆ કરાઈ. આજની રાત્રી મુસ્લિમો માટે અનેરું મહત્વ ધરાવે છે. આ રાત્રીએ મુસ્લિમ બિરાદરો આખી રાત જાગી નફલ, નમાજો સાથે અલ્લાહનો ઝિક્ર કરી ખાલિકને રાજી કરવાના પ્રયત્નમાં વ્યસ્ત રહેતા હોય છે. નમાજોની અદાયગી સાથે સાથે દુઆઓમાં પણ મશગુલ રહેતા હોય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*