ટંકારિયામાં કોવીડ વેક્સીન જાગૃતિ શિબિર યોજાઈ
કોરોના ની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ગતરોજ મોડી સાંજે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં કોવીડ વેક્સીન જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્ર ના પદાધિકારીઓએ હાજરી આપી કોવીડ વેક્સીન વિશે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
આ શિબિરમાં ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર ખાસ જમીન અધિકારી યાસ્મિનબેન શેખ, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. પટેલ તથા ઇન્ચાર્જ મામલતદાર આદર્શ બશર ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી, ડે. મામલતદાર (ઈ-ધરા) તાપીયાવાળા સહીત વહીવટી તંત્ર હાજર રહી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
આ શિબિરમાં ભરૂચ જિલ્લા ના આરોગ્ય અધિકારી દુલેરા સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં કોવીડ વેક્સિનેશન નો પ્રથમ અને બીજો ડોઝ લઈને પોતાની, પોતાના કુટુંબની તથા સમાજ ની તંદુરસ્તી સાથે સુરક્ષા મંત્ર આપ્યો હતો. તેમને વેક્સિન વિશે અફવાઓને ધ્યાને ના લેવા અપીલ કરી હતી.
આ શિબિરમાં ભરૂચ જિલ્લા લઘુમતી સેલ ના પ્રમુખ તથા ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડના ગુજરાત રાજ્ય વકફ વિંગના જનરલ સેક્રેટરી મુસ્તુફાભાઈ ખોડા, ઇન્ચાર્જ સરપંચ મુમતાજબેન લાલન, ભરૂચ મહિલા સુરક્ષા મંડળના સભ્ય રોશનબેન વૈરાગી, ટંકારીઆ કોવીડ સેન્ટરના વ્યવસ્થાપક હાફેઝ સફવાન ભુતા, શૈખુલ ઇસ્લામ ટ્રાઉસ્ટનાં પ્રમુખ મુસ્તાક બાબરીયા તથા ગામ આગેવાનો સલીમ લાલન, ઉસ્માન લાલન, ગુલામસાહેબ બટલી, સલીમ ઉમતા, ઇલ્યાસ હલાલત, ઇકબાલ સાપા, લાલન સાજીદ, મુબારક ધોરીવાલા તથા મોટીસંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા.
Leave a Reply