ટંકારીઆ-સીતપોણ કાંસની વ્યવસ્થિત સાફસફાઈ નું સરાહનીય કાર્ય

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામેથી સીતપોણ તરફ પસાર થતી વરસાદી કાન્સ કે જેની સાફસફાઈ ઘણા સમયથી થઇ ના હતી જેને કારણે કાન્સ બિનજરૂરી વનસ્પતિ તથા ધરાશાયી થઇ ગયેલા વૃક્ષો અને વેલોને કારણે લગભગ પુરાઈ જવા જેવી થઇ ગઈ હતી અને ગામલોકો દવારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સાફસફાઈ થતી ના હતી પરંતુ આપણા ગામના ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા તથા ગામ આગેવાનોએ વાગરા મતવિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ને રજૂઆત કરતા તેમને તાત્કાલિક ફોલ્ક-લેન્ડ મશીન ની વ્યવસ્થા કરી કાન્સ ની સાફસફાઈ નો આરંભ કર્યો હતો અને સીતપોણ રોડ પરની ગેબનશા દરગાહથી ગામ તરફ લગભગ અડધે સુધી સાફસફાઈ વ્યવસ્થિત રીતે થઇ ગઈ છે અને હાલમાં પણ કામ ચાલુ છે. આ કાંસની સાફસફાઈ એકદમ સુઘડ અને વ્યવસ્થિત રીતે થાય છે જે નીચે ફોટોમાં જોઈ શકાય છે. જે બદલ ગામલોકો ઉસ્માનભાઈ લાલન તથા મુસ્તુફા ખોડા અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*