હિંગલ્લાથી પાલેજ વચ્ચેના ઉબડખાબડ રસ્તાનો ઉગ્ર વિરોધ કરાયો

ભરૂચ તાલુકાના હિંગલ્લા થી પાલેજ વાયા પારખેત ટંકારીઆ નો રસ્તો કે જે આશરે ૧૧ વર્ષ પહેલા બન્યો હતો આ સમય દરમ્યાન આ રસ્તાની કોઈ મરમ્મ્ત કે કાર્પેટિંગનું કામ થયું નથી એટલે આ રસ્તાની હાલત એટલી ખરાબ થઇ ગઈ છે કે વાહનચાલકને આ ૨૦ કિલોમીટરનો રસ્તો કાપતા કલાકો નીકળી જાય છે. જેની ટંકારીઆ ગામના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ રસ્તાને નવો બનાવવામાં આવતો ના હોવાથી આજરોજ સાંજે ટંકારીઆ તથા આજુબાજુના ગામલોકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન ટંકારીઆ ગામના કોંગ્રેસી કાર્યકર અફઝલ ઘોડીવાળા ના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું.
અફઝલે પોતાના વક્તવ્યમાં આ રસ્તાને તાકીદે નવોનક્કોર બનાવવાનું તંત્રને આહવાન કર્યું હતું. એમને એમ પણ જણાવ્યું હતુંકે વારંવાર રજૂઆતો કરવા જઈએતો જવાબ મળેછેકે આ રસ્તો મંજુર થઇ ગયો છે અને ટેન્ડર બહાર પાડી આ રસ્તો બનાવવામાં આવશે જેને પણ ૧ વર્ષ થઇ ગયા હોવા છતાં આ રસ્તાનું નિરાકરણ આવતું નથી. તેમને એમ પણ કહ્યું હતું કે સગર્ભા સ્ત્રીને અથવા બીમાર વ્યકતિઓને અગર ભરૂચ દવાખાને જવું હોય તો તેમને ઘણીજ તકલીફોનો સામનો કરવો પડે છે એમ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું હતુંકે અગર આ રસ્તાનું નિરાકરણ વહેલી તકે નહિ આવે તો હવે પછી રસ્તારોકો અને ચક્કા જામ જેવા જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ કોન્ફરન્સમાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા રીક્ષાચાલકો એ તથા રોજબરોજ અપ-ડાઉન કરતા નોકરિયાતો તથા ધંધાદારીઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો શું તંત્ર આ પ્રશ્નનો ઉકેલ ઝડપથી લાવશે?
આ કોન્ફરન્સ માં ગામના નવયુવાનો તથા શિક્ષિત નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*