ટંકારિયામાં અંડર-૧૯ ટી-૨૦ ટુર્નામેન્ટ યોજાઈ

ટંકારીઆ ગામે મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] પર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ટંકારીઆ ટીનેજરોની માંગણીને ધ્યાને લઇ અંડર-૧૯ ટી-૨૦ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪ ટીમોએ ભાગલીધો હતો. જેની ફાઇનલ મેચ આજે વરેડીયા અને ટંકારીઆ વચ્ચે રમાઈ હતી જેમાં ટંકારીઆ ટીમનો ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં અંડર-૧૯ ની ઉમર ધરાવતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંતમાં ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉસ્માન આદમ લાલન અને તેમની ટિમ આ સમારંભમાં ઉપસ્થિત રહી ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*