ટંકારીઆ માં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એકદમ નજીક આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. રજિયાના સાનિધ્યમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી. આ માર્ચ સમગ્ર ગામના મુખ્ય રસ્તાઓપર કરી હતી. જેમાં પાલેજ પોલીસ મથકનો સ્ટાફ તથા મિલિટ્રીના જવાનો તથા લેડીઝ પોલીસ પણ આ માર્ચમાં જોડાઈ હતી. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આ ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*