ભેંસલી ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ખોજબલ ટિમ વિજયી

વાગરા તાલુકાના ભેંસલી ખાતે ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રવિવારના રોજ ૩૦ ઓવરની નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ખોજબલ ની ટીમે ટંકારીઆ કે.જી.એન. ટીમને પરાસ્ત કરી ફાઇનલ મેચ વિજેતા બની હતી.
ગત રવિવારના રોજ ભેંસલી ખાતે લોન આચ્છાદિત ટર્ફ વિકેટ પર ફાઇનલ મેચનો મુકાબલો ખોજબલ અને ટંકારીઆ કે.જી.એન. વચ્ચે રમાઈ હતી. જેમાં ખોજબલની ટિમ ટૉસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને ટંકારીઆ કે.જી.એન. ટીમને ૧૨૦ રનમાં સમેટી દીધી હતી જેના જવાબમાં ખોજબલની ટીમે આસાનીથી ૧૨૦ રન ચેઝ કરીને ચેમ્પિયન બની હતી. ટ્રોફી વિતરણ સમારંભમાં ગામ પરગામથી મોટી સંખ્યામાં એન.આર.આઈ. ભાઈઓ તથા પ્રેક્ષકો હાજર રહી મેચની મજા માણી હતી. ટંકારીઆ કે.જી.એન. ના કેપટન ઝાકીર ઉમતાએ તેમની તેમના વ્યક્તવ્ય માં ગ્રામ્ય લેવલે ઉભળતા ટેલેન્ટેડ ક્રિકેટરોને આગળ આવવા માટે આહવાન કર્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતુંકે ગ્રામ્ય કક્ષાએ ક્રિકેટરોનું ટેલેન્ટ ભરપૂર માત્રામાં છે અને જો તેમને વ્યવસ્થિત માર્ગદર્શન મળે તો આ ટેલેન્ટ આગળ નીકળી શકે તેમ છે. ખોજબલના મેનેજર તરીકે પધારેલા ઇસ્માઇલભાઈ મતાદારે પણ તેમના વક્તવ્યમાં ગ્રામ્ય કક્ષાએ આવા નયનરમ્ય મેદાનની ખુબ પ્રશંસા કરી હતી. આ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પધાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*