ટંકારીઆ ગામે મકાનમાં આગ લાગતા દોડધામ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે નાનાપાદર નવીનગરીમાં રહેતા રમેશ ખોડા વસાવા ના ઘરે આગ લગતા દોડભાગ મચી જવા પામી હતી તેમજ ઘરવખરી સહિતનો સમાન બળીને ખાક થઇ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામે નાનાપાદર નવીનગરીમાં રહેતા રમેશ ખોડા વસાવાના ઘરે આજે સવારે આશરે ૯ કલાકે આગ લાગી હતી જેમાં ઘરવખરી સહીત ઘરમાં રાખેલા રૂપિયાની નોટો બળીને ખાક થઇ ગઈ હતી તથા શાળામાં ભણતા બાળકોની ચોપડીઓ સહીત લગભગ બધુજ બળી ગયું હતું. આ આગ મકાનના ત્રણ ઓરડાઓમાં પ્રસરી હતી. સદનસીબે મકાનમાં રહેતા ઈસમો મજૂરી અર્થે મજૂરીકામે ગયા હોવાથી કોઈ જાનહાની થઇ નથી. લોકોનો સમૂહ એકઠો થઇ આગને ઓલવવાના પ્રયાસો કર્યા હતા જેને લીધે મોટી હોનારત થતા બચી ગઈ હતી.
TANKARIA WEATHER




Leave a Reply