Message from Current Sarpanch

ટંકારીયા ગામ લોકોની દુઆથી અને બુઝુર્ગો વડીલોની મહેરબાનીથી બીજી વાળ મને ગામની સેવા કરવાનો મોકો મળેલ છે પ્રથમવાર અમારી સરપંચ ગીરી મા 40 લાખ જેવા જરૂરી વિકાસના કામોને ગામમાં કરાવેલા છે તેમજ ગામના પડતર અનેક નાની-મોટી સમસ્યાનો કાયમી ઉકેલ લાવેલ છે🌹

ગામલોકોની દુઆથી તેમજ વડીલો બુઝુર્ગો ની મહેરબાનીથી 23.3.2020 ના રોજ બીજી વાર મને સરપંચનો ચાર્જ મળેલ છે. આ સમયે કોરોના ની મહા માળી ચાલતી હોવાથી ગામ લોકોના સારા સ્વાસ્થ્ય માટે તેમજ કોરોના જેવી નાની મોટી બિમારીઓથી બચવા માટે તકેદારીના એક ભાગરૂપે અમે વારંવાર આખા ગામને શેનીટાઈઝડ કરાવેલું DDT નો છંટકાવ કરેલ ધુમાડિયું કરાવેલું ગામમાંથી ઉકરડા તથા ગંદકી દૂર કરાવેલી તથા મફતમાં 9000 માસ્ક નું વિતરણ કરેલું તથા કોરોના ગ્રસ્ત વિસ્તાર માંથી આવનારા બહારના લોકો પર વોચ રાખી કોરોના જેવી મહામારીમાં થી બચવા માટેની પૂરતી કોશિશ અમારી પંચાયત વડે તમારા સહકારથી કરેલી છે તેના ફળરૂપે તમારી તેમજ બુઝુર્ગો ની Dua ઓથી આટલી બધી અવરજવર હોવા છતાં ગામમાં એક પણ કેસ કોરોના નો પોઝિટિવ બનેલ નથી અને ઇન્શાલ્લાહ બધાની દુઆ ઓથી તથા તકેદારી રાખીશું તો ભવિષ્યમાં પોઝિટિવ કેસ બનશે નહીં એવી અમારી પણ દુઆ છે અમીન🌴✌

🗣 આજરોજ lockdown પૂરું થતાં unlock -૧ અમલમાં આવતા ગામના વિકાસના કામો કરવાની છૂટ મળેલી છે તારીખ 01..06..2020 na ના રોજથી Adol રોડ ઉપર બાબરીયા આંમટીના ઘર પાસે ગટર લાઇનનું કામ ચાલુ કરેલ છે તેમજ ફેઝ મસ્જિદ પાસે કલર બ્લોકનું કામ ચાલુ કરવામાં આવેલ છે તેમજ આ સાથે બીજા ૪૨ લાખના ગામના વિકાસના જરૂરી કામો કરાવવાની મંજૂરી ટૂંક સમયમાં મળી જશે તેમજ આ સાથે બીજું 45 લાખ રૂપિયાનું 20…21 નું આયોજન પર મંજૂરી માટે મોકલી દીધું છે જે પણ ટૂંક સમયમાં સમયસર પાસ થઇ જશે ગામના મુખ્ય વિકાસના કામોમાં નાના પાદર ટાંકી થી લઈને રોબડ વાર થઈ મોટી મસ્જિદ તરફ બચ્ચાના ટેકરા સુધીની પાણીની નવી પાઇપ લાઇન. (6″ ni 10 kg જાડાઈ વાળી finolex કંપની હેવી) તથા મોટા પાદર પાણીની ટાંકીથી લઈ ડબગર ની દુકાન સુધી પાણીની પાઈપલાઈન તથા ડબગર ની દુકાન થી લઇ સાપાવાડા સુધી તથા ડબગર ની દુકાન થઈ ગઈ બજારમાં ભૂટા street ના નાકે તથા બજારમાં શેઠ દાઉદ street ના નાકા સુધી તથા dag street નાકા (khurawala) સુધી ની પાણીની પાઈપલાઈન ..bazar ma masjid sudhi.. આ બધા વિસ્તારમાં જે મોહલ્લા ઓ ગલીયો તેમજ મકાનો આવે છે તે બધાને આ પાણીનો લાભ મળશે👍

👉 તેમજ ડબગર ની દુકાન થી લઈને મોટા પાડર સુધી રોડની વચમાં ગટર લાઇનનું કામ તથા બજારમાં ડબગર ની દુકાન થી લઈને સાપાવાડા સુધી ગટર લાઇનનું કામ તથા મોટી બજારમાં કરકરિયા ની દુકાને થી લઈને નાના પાદર રોબર ના ઘર સુધી ગટર લાઇનનું કામ નાના પાદર પાદરીયા રોડ ઉપર કે કે ના ઘર પાસે પેવર બ્લોકના બદલે આરસીસી રોડનું કામ માસ્તર પાર્ક ની ગટરલાઇન સુથાર street માં ઈરફાન લાલન ના ચોકમાં પેવર બ્લોકનું કામ પીર યુસુફ દરગાહ વાળો રોડ આદિવાસી સ્મશાનમાં આગલા ભાગે nadu તેમજ અંદરના રસ્તા ઉપર બ્લોક તથા યુસુફ વેરાગી ફળિયામાં બ્લોક suthar street ma gatero. desai street ma block જેવા અનેક કામો કરાવવાની ની મંજૂરી ટૂંક સમયમાં આવી જશે કામો ની માહિતી ટૂંકમાં આપેલ છે આપણું ગામ વિકાસના પંથે છે સૌનો સાથ સૌનો વિકાસ લીં… સરપંચ શ્રી મુમતાજ બેન ઉસ્માન લાલન ટંકારીયા…06.06.2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*