ટંકારીઆ માં મહિલાનું પાકીટ છીનવી લેતો બાળક

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરચક બઝાર માંથી પસાર થતી મહિલાનો પીછો કરી એક બાળક મહિલાનું હાથનું પાકીટ આંચકી ત્યાંથી ફરાર થઇ જતા ચકચાર ફેલાઈ જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર સવારે આશરે સાડા નવ વાગ્યે બે મહિલાઓ પોતાનું રોજીંદુ શાકભાજી ખરીદી નું કામ આટોપી ઘર તરફ જવા પસાર થઇ રહી હતી તે દરમ્યાન ડો. લુકમાન ના દવાખાના પાસે એક ગઠિયો તેમનો પીછો કરી ને મોકો ઝડપી મહિલાના હાથમાં પકડેલ પાકીટ ની ચીલઝડપ કરી ફરાર થઇ જતો સીસીટીવી વિડિઓ વાઇરલ થતા ચકચાર મચી ગઈ હતી. ભરચક બઝાર માં બનેલી આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. આ ગઠિયો ગામના રસ્તાઓ તથા ગલીઓનો વાકેફ હતો એવી લોકમુખે ચર્ચાઓ થાય છે. જોકે આ લખાય છે ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*