ટંકારીઆ ગામમાં શાળાએ અભ્યાસ અર્થે આવતા છાત્રો માટે વધુ એક બસ ફાળવવા ની માંગણી સાથે આવેદનપત્ર અપાયું
ટંકારીઆ ગામની શાળા માં બહારગામોમાંથી અભ્યાસાર્થે આવતા છાત્રો ને પડતી તકલીફો દૂર થાય એ માટે આજે ટંકારીઆ ના યુવાનો દ્વારા એસ..ટી. બસ ના ડિવિઝનલ કોન્ટ્રોલર વધુ એક બસ ની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજુબાજુ ના ગામો જેવાકે પારખેત, પરીએજ, હિંગલા, પગુથણ જેવા ગામો માંથી અભ્યાસ અર્થે આવતા છાત્રો ને એસ.ટી. બસ દ્વારા ફક્ત બે જ બસો દોડાવતી હોવાથી ઠાંસી ઠાંસી ને ભરાઈ ને આવવું પડતું હતું અને જેને લીધે છાત્રો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જે સંદર્ભે ટંકારીઆ ના યુવાનો દ્વારા આજે ડેપો મેનેજર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને છાત્રો ને પડતી હાલાકી દૂર કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ડેપો મેનેજરે વધુ એક બસ ની ફાળવણી કરતા હર્ષ ની લાગણી વ્યાપી જવા પામી હતી. આવેદન પત્ર પાઠવવામાં ભરૂચ તાલુકા કોંગ્રેસ ના મહામંત્રી આરીફ બાપુજી, તથા શકીલ અકુજી, અબ્દુલ્લાહ કામથી, અફઝલ ઘોડીવાળા સહીત અનેક સામાજિક કાર્યકરો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
Leave a Reply