ટંકારીઆ માં કોન્ગ્રેસ્સ ના ઉમેદવાર ની જંગી જાહેર સભા યોજાઈ
વાગરા વિધાનસભા મત વિસ્તારના ટંકારીઆ માં કોન્ગ્રેસ્સ ની જાહેર સભા યોજાઈ
૧૫૧ વાગરા વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસ ના ઉમેદવાર સુલેમાનભાઈ પટેલના પ્રચારાર્થે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના નવયુવાનોને ઉપક્રમે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં કોંગ્રેસ ના નેતાઓ એ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ટંકારીઆ ખાતે ગતરોજ આયોજિત કોંગ્રેસ ની જાહેરસભામાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો રાજેન્દ્રસિંહ રાણા, પરિમલ રાણા, હસુભાઈ પટેલ, સલીમ ફાંસીવાળા, યુનુસભાઇ અમદાવાદી, તથા દિલાવરભાઈ ઉપરાલીવાળા તેમજ અમદાવાદથી આવેલા ઇર્શાદભાઈ શેખ, ટંકારીઆ ગામના વતની અને અમદાવાદ સ્થાયી થયેલા મુસ્તાકભાઈ પટેલ (ઘોડીવાળા) ઉપરાંત જિલ્લા પંચાયત ના માજી સદસ્ય મકબુલ અભલી, ભરૂચ તાલુકા પંચાયત ના ટંકારીઆ ના પ્રતિનિધિ અબ્દુલ્લાહ ટેલર, ગામના સરપંચ ઇકબાલ કબીર, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
ઈર્શાદ શેખે પોતાના વક્તવ્યમાં ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસ ના ઉમેદવાર સુલેમાન પટેલ ને જંગી મતોથી જીતાડવાની હાકલ કરી હતી. તથા બીજા નેતાઓ એ પણ નોટબંધી, જીએસટી જેવા મુદ્દાઓ પર શ્રોતાઓનું ધ્યાન ખેંચી સરકારની નાકામિયાબી ગણાવી સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસ તથા કોંગ્રેસના ઉમેદવારો ને જીતાડવાની હાકલ કરી હતી.
Leave a Reply