ટંકારીઆ માં એન. આર. આઈ. ભાઈઓ નો સન્માન સમારંભ તથા મુશાયરો યોજાયો.

ગામના અને કોમ ના વિકાસ માટે દરેકે ખભે ખભા મિલાવી કામ કરવું પડશે. ::: “અઝીઝ ટંકારવી

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે  ગત રોજ રાત્રે સ્પોર્ટ્સ ક્લબ ઓફ  ટંકારીઆ તથા સમગ્ર ગામલોકો વતી ગામના વિકાશ માં મોટો ફાળો આપનાર એન. આર. આઈ. ભાઈઓ નો સન્માન સમારંભ ‘ગુજરાત ટુડે” ના તંત્રી અઝીઝ ટંકારવી સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

આ સમારંભ માં વિદેશ થી પધારેલા એન. આર. આઈ. ભાઈઓ ને સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

આ સમારંભ નો આરંભ પવિત્ર કુરાન શરીફ ના પઠન થી કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી દ્વારા તમામ હાજરજનો નું  સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિદેશથી પધારેલા ઈકબાલ ધોરીવાળા એ અત્યાર સુધીમાં એન. આર. આઈ. ભાઈઓ દ્વારા થયેલ વિકાશગાથા નો ચિતાર રજુ કર્યો હતો. અને બાદમાં સમારંભના અધ્યક્ષ અઝીઝ ટંકારવી સાહેબે હવે પછી ગામમાં કેવા પ્રકારના  વિકાશ ની જરૂર છે અને ગત સમયમાં કેવા પ્રકારનો વિકાશ થયો હતો તેનું આલેખન પોતાના વક્તવ્ય માં કર્યું હતું. તેમને સમગ્ર કોમ ને અપીલ કરી હતી કે કોમના સર્વાંગી વિકાસ માટે દરેકે ખભે ખભા મિલાવી કામ કરવાની જરૂરત પર ભાર મુક્યો હતો.

બાદ માં વિદેશ થી પધારેલા યાકુબ બાજીભાઈ ભૂતાવાળા એ ટંકારીઆ ગામના ભાતીગળ ઇતિહાસ વિશે માહિતી આજની નવયુવાન પેઢીને આપી હતી. બાદમાં વિદેશથી પધારેલા ગુજરાતી કવિ મહેંક ટંકારવી સાહેબે ટંકારીઆ ના યુવાનો દ્વારા ચલાવવામાં આવતી ગામની સોશ્યિલ વેબસાઈટ વિષે ચિતાર આપ્યો હતો.

અને ત્યારબાદ ટંકારીઆ ગામના ગુજરાતી કવિઓએ પોતાની કૃતિઓ રજુ કરી શ્રોતાજનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગુજરાતી મુશાયરાનું સંચાલન ઝાકીર ટંકારવી સાહેબે કર્યું હતું.

આ પ્રસંગે વિદેશ થી પધારેલા એન. આર. આઈ. ભાઈઓ તથા ગામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*