ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગતરોજ ડેન્ગ્યુ નો એક કેશ નોંધાતા ચકચાર ફેલાઈ જતા લોકો ભયભીત થઇ ગયા હતા. આ દર્દી નામે શાહિદ સલીમ સામલી ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે અને મળતી માહિતી મુજબ તેની તબિયત માં સુધારો થઇ રહ્યો છે. ડેન્ગ્યુ એક મચ્છર થી ફેલાતો રોગ હોઈ અને હાલમાં ભારે વરસાદ પડેલ હોય ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાઈ જવાના કારણે આ મચ્છર નો ઉપદ્રવ વધી જાય એ માટે તાત્કાલિક યુદ્ધ ના ધોરણે ગામની ચારે બાજુ પંચાયતે ગંદકી સાફ કરાવી છે. અને ગામ માં દવા નો છંટકાવ પણ કરવા માં આવ્યો છે. જિલ્લા પંચાયત ના દવાખાના ના હેલ્થ કામદારો સતર્ક થઇ ઘરે ઘરે ફરી લોહીના નમૂના લઇ લોહીની તપાસ માટે લેબોરેટરી માં મોકલી રહ્યા છે. આ બાબતે ગામ ના નાગરિકો ને પણ પોતાના ઘર અને આંગણા માં સ્વચ્છતા જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
ગામ ની ચોતરફ ખડકેલાં ગંદકીના ઢગ ને સાફ કરાવતા નજરે પડે છે.
1 Comment on “ટંકારીઆ માં ડેન્ગ્યુ નો કેશ નોંધાતા ચકચાર”
Swatchh Tankaria Swatchh Bharat ! It is our duty to keep clean the surrounding & support to Panchayat to keep clean !
Swatchh Tankaria Swatchh Bharat ! It is our duty to keep clean the surrounding & support to Panchayat to keep clean !