An inspiring story….
ફેસબુક શબ્દ મોબાઈલ વપરાશકારો માટે નવો નથી. નાના ભુલકાથી લઈ મોટેરાઓ સુધી મોટાભાગના લોકો ફેસબુકથી માહિતગાર હશે. આ ફેસબુકની માલિક છે. ઝહુરબર્ગ અને તેની મુખ્ય કચેરી કેલિફોર્નિયામાં આવેલી છે. ત્યારે થુજરાત માટે ગર્વની વાત કહી શકાય કે, પાલનપુરથી પાંચ કિ.મી. દૂર આવેલ નાનકડા ગામ કાણોદરનો યુવાન સૈફ હસન ફેસબુકની મુખ્ય કચેરી કેલિફોર્નિયામાં સોફટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને હાલ તે પોતાની નિષ્ઠા, મહેનત અને પ્રમાણિકતાથી ફેસબુકના માલિક ઝુકરબર્ગનો માનીતો બની ગયો છે.સૈફ હસને કાણોદર ગામની શાળામાં અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેણે મુંબઈની આઈઆઈટીમાં પ્રવેશ લીધો હતો ત્યાંથી સૈફને ફેસબુકની ઓફર મળી હતી અને તે ફેસબુકની મુખ્ય કચેરી કેલિફોર્નિયામાં સોફટવેર એન્જિનિયર તરીકે જોડાઈ ગયો હતો. છેલ્લા એકાદ વર્ષથી તે ફેસબુકમાં કામ કરે છે. સૈફના પિતા પાલનપુર ખાતે જીવન વિમા નિગમની ઓફિસમાં નોકરી કરે છે. તેઓ જણાવે છે કે, મારા પુત્ર સૈફએ જે શિક્ષણ મેળવ્યું તેનું ફળ તેને મળ્યું છે અને તે બીજા યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે. સૈફે જણાવ્યું હતું કે, ફેસબુક જેવી કંપનીમાં કામ કરવું એટલે એક સપના જેવું છે. હું જ્યારે આઈટીઆઈ જોડાયો ત્યારથી જ એ મારું સપનું હતું ત્યાં કામ કરવાની ખૂબ જ મજા આવે છે. કંપની કર્મચારીઓ માટે ઉત્તમ સુવિધા પૂરી પાડે છે. સૈફની માતા ખાતુનબેને વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં જ ફેસબુકે ૧રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેની વર્ષગાંઠ નિમિત્તે મારા પુત્ર અને ફેસબુકને શુભેચ્છા પાઠવી છે તેમણે જણાવ્યું હતું કે, ફેસબુકના માલિક ઝુકરબર્ગ મારા પુત્ર સૈફને દિકરાની જેમ રાખે છે અને તેને ખૂબ પ્રેમ આપે છે. જેની મને ખુશી છે. તેમણે જણાવ્યું કે, કેલિફોર્નિયા ખાતે ફેસબુકની મુખ્ય કચેરીમાં મારો પુત્ર સૈફ નોકરી કરે છે તે બાબતની જાણ થતાં અન્ય યુવાનો પણ ત્યાં જોડાવા પ્રેરાયા છે અને ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.
Excerpt from: Gujarat Today Daily.
Leave a Reply