1 … 88 89 90 91 92 … 526

Here are some more pictures of beautiful celebration of Eid-ul-Fitr in our communities across the globe. Seen in pictures are Bokha brothers & members of community from S. Africa. Many thanks to brother Mohiuddin Bokha for sharing images with My Tankaria family.

On the occasion of  Eid, get together ceremony was held yesterday by the youth of Tankaria in Leicester [UK]. In which a large number of Tankarvis were present and wished each other Eid Mubarak. The Eid meeting ceremony was completed in a very cordial atmosphere.

યુ.કે. સ્થિત લેસ્ટરમાં ટંકારીઆના નવયુવાનો દ્વારા ઈદ મિલન સમારંભ ગતરોજ યોજાયો હતો. જેમાં મોટો સંખ્યામાં ટંકારવીઓ હાજર રહી એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. એકદમ સોહાર્દભર્યાં વાતાવરણમાં આ ઈદ મિલન સમારંભ પૂર્ણ થયો હતો.

અલ્લાહુ અકબર….અલ્લાહુ અકબર…. અલ્લાહુ અકબર… લાઈલાહા ઇલ્લલ્લાહો વલ્લાહો અકબર અલ્લાહુ અકબર વલીલ્લાહિલ હમ્દ…… ની સદાઓ સાથે ટંકારિયામાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી શાનદાર અને પરંપરાગત રીતે મનાવવામાં આવી રહી છે. વહેલી સવારે ઈદગાહમાં ઈદની વિશિષ્ટ નમાજ અદા કરવા માટે માનવમહેરામણ એકઠું થયું હતું. વિશિષ્ટ નમાજ બાદ ખુતબા બાદ મૌલાના અબ્દુર્રઝાક સાહેબે સમગ્ર માનવજાત માટે ભલાઈ, ભાઈચારાની તથા આપસમાં એકતાની તથા સમગ્ર દેશવાસીઓ માટે અમન, શાંતિ, સોહાર્દની અલ્લાહ પાસે કાકલૂદીભરી દુઆઓ ગુજારી હતી. ત્યારબાદ તમામ બિરાદરોએ એકબીજાના ગળે મળી ઈદની મુબારક્બાદીઓ આપી હતી. આમ એકદમ શાંત અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી.

માંહે રમઝાન મુબારક નો પવિત્ર મહિનો આજે અલ્લાહના ફઝલો કરમથી સારી રીતે સંપન્ન થયો. અલ્લાહ પાક આપણા તમામના રોઝા તથા ઝિક્ર, દરૂદો સલામ, સખાવત, નેકીઓ તેની બારગાહમાં કાબુલ ફરમાવે અને અલ્લાહ પાક તેના હબીબ ના સદકામાં આવતી રમઝાન પણ તંદુરસ્તી સાથે નસીબ ફરમાવે. આજે “ઈદ ઉલ ફિત્ર” ના ખુશીના મૌકા પર તમામને ઈદ ની ખુબ ખુબ મુબારકબાદી………

1 … 88 89 90 91 92 … 526