ટંકારીઆમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ

અલ્લાહુ અકબર….અલ્લાહુ અકબર…. અલ્લાહુ અકબર… લાઈલાહા ઇલ્લલ્લાહો વલ્લાહો અકબર અલ્લાહુ અકબર વલીલ્લાહિલ હમ્દ…… ની સદાઓ સાથે ટંકારિયામાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી શાનદાર અને પરંપરાગત રીતે મનાવવામાં આવી રહી છે. વહેલી સવારે ઈદગાહમાં ઈદની વિશિષ્ટ નમાજ અદા કરવા માટે માનવમહેરામણ એકઠું થયું હતું. વિશિષ્ટ નમાજ બાદ ખુતબા બાદ મૌલાના અબ્દુર્રઝાક સાહેબે સમગ્ર માનવજાત માટે ભલાઈ, ભાઈચારાની તથા આપસમાં એકતાની તથા સમગ્ર દેશવાસીઓ માટે અમન, શાંતિ, સોહાર્દની અલ્લાહ પાસે કાકલૂદીભરી દુઆઓ ગુજારી હતી. ત્યારબાદ તમામ બિરાદરોએ એકબીજાના ગળે મળી ઈદની મુબારક્બાદીઓ આપી હતી. આમ એકદમ શાંત અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*