IQBAL UMARJI BODA PASSED AWAY AT LUSAKA, ZAMBIA. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT LUSAKA AFTER TARAVIH NAMAJ [ZAMBIA TIME]. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN. 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ ગત રોજ પડ્યો હતો. જેમાં બે થી ત્રણ કડાકા ભારે થયા હતા તે વખતે ઘોડી રોડ તરફ ખેતરમાં બે થી ત્રણ આદિવાસી મહિલાઓ ખેતરના શેઢા ઉપર ઘાસ કાપી રહ્યા હતા તે દરમ્યાન ભારે કડાકા સાથે વીજળી પડતા એક યુવતી નામે આરતી સદેવન વસાવા ને તથા તેમની સાથે કામ કરતા બીજા એક બહેનને ગંભીર ઇજા ઓ થતા તાત્કાલિક ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા જેમાંથી આરતી સદેવન વસાવા નું ટૂંકી સારવાર દરમ્યાન ગંભીર ઈજાઓ ને લઈને મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આજ રોજ સાંજે ભારે ગાજ વીજ સાથે વરસાદ ખાબક્યો હતો તે વખતે બે થી ત્રણ મહિલાઓ ખેતરના શેઢા પાર ઘાસ કાપી રહ્યા હતા તે દરમ્યાન ભારે કડાકા સાથે વીજળી પડતા બે મહિલાઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી આરતી સદેવન વસાવા નામની કન્યાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પાલેજ પોલીસે સ્ટેશન ના ટંકારીઆ બીટના જમાદાર શિરીષભાઈ ભાટિયા એ અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એક તરફ ખતરનાક ગરમી અને બફારો સાથે સાથે પવન નું નામો નિશાન નહિ, રોજાદાર ના મોઢા પર રોઝા નો એહસાસ તથા ગરમીમારક વીજ ઉપકરણો પણ કામ દેવાનું બંધ કરી દે એવી ગરમી ની વચ્ચે અલ્લાહ સુબ્હાન વ તઆલા એ વરસાદ વરસાવતા તમામ રોજાદાર ના મોં પર હાસ્ય છવાય જવા પામ્યું હતું. ગગનભેદી કડાકા તથા ભડાકા વચ્ચે સારો એવો વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે.
અલ્લાહ નો અનગિનત શુક્રે અહેસાન.