Bashir Bhai Khoda of England, UK, one of the only Vohra Patel recieved prestigious Essex County Bedge from the president of Essex county. Bashir Bhai becomes the first Asian and a Tankarvi to receive this honour in county’s hundred years of. history. We, on behalf of all My Tankaria visitors across the globe, would like to congratulate Bashir Bhai Khoda. Take a look at some pictures from the event.

 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના યુવાન આરીફ અલી બાપુજી ને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રિવોલ્યૂશન ટીમ નવી દિલ્હી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભરૂચ તાલુકા કોંગ્રેસ ના જનરલ સેક્રેટરી બનાવતા ટંકારીઆ ગામ સહીત આસપાસના ગામોમાં હર્ષ ની લાગણી ફેલાઈ જવા પામી છે. કોંગ્રેસ પક્ષ માટે હંમેશા શુભ ચિંતન રાખનાર આરીફ બાપુજી એક ઉત્સાહી કાર્યકર પણ છે. એમના થકી આવનાર ચૂંટણીમાં ગામના નવયુવાનોને સંગઠિત રાખવામાં મહત્વનો ફાળો પણ રહેશે. આરીફ બાપુજી ના ભરૂચ તાલુકા કોંગ્રેસ ના સેક્રેટરી બનતા ગામના નવયુવાનો એકદમ ઉત્સાહી બની જવા પામ્યા છે. 

નીચેના ચિત્રોમાં આરીફ બાપુજી તેમના મિત્રો સાથે સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરતા જણાઈ આવે છે

 

Huriben Voraji, mother of Mubarak Voraji, passed away in Tankaria. Inna Lillahe Wainna Ilayhe Rajeun.  Namaz e janazah will be held at Bhadbhag Kabrashtan at 10am.

May Allah SWT give her a place in Jannat ul Firdaush.  Aaameen.

અલ્હમ્દુલિલ્લાહ અંજુમન ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા પૂર પીડિતોની રાહત સામગ્રી માટે જે જુંબેશ ઉથાવવામાં આવી હતી,
તેમા ટંકારીઆ ગામ તથા ઘોડી અને વાંતરસા ગામના લોકોએ ઘણી દીલ ખોલીને મદદ કરી છે તે માટે અંજુમન પરીવાર દરેક વ્યક્તિનો દીલ થી આભાર વ્યક્ત કરે છે,
કુલ ૨૦૦ કીટ તૈયાર કરવામાં આવી તેમાં ૧૭ વસ્તુઓ મુકવામાં આવી છે,અને એક કીટનું વજન ૪૨ કિલો છે.
ટંકારીઆ,ઘોડી તથા વાંતરસા માંથી મળેલ રકમ અને અનાજ માંથી ૧૫૦ કીટ તૈયાર થઇ અને ભરુચની એક ફેમીલી તરફથી ૫૦ કીટની સહાય કરવામાં આવી છે.
આમ કુલ ૨૦૦ કીટ બનાવવામાં આવી.
તથા વાસણો તથા કપડાની પણ મદદ આવી છે.
એક કીટમાં નીચે પ્રમાણેનો સામાન છે.
૧. ચોખા- ૧૦ કિલો
૨. તુવેર દાળ- ૩ કિલો
૩. મસુર દાળ- ૨ કિલો
૪. ઘઉંનો લોટ- ૧૦ કિલો
૫. ખાંડ- ૫ કિલો
૬. ચા- ૫૦૦ ગ્રામ
૭. તેલ- ૫ લિટર
૮. મીઠું- ૨ કિલો
૯. દળેલુ મરચું- ૫૦૦ ગ્રામ
૧૦. હળદર- ૫૦૦ ગ્રામ
૧૧. ધાણા જીરુ- ૫૦૦ ગ્રામ
૧૨. મગ- ૧ કિલો
૧૩. તુવેળ- ૧ કિલો
૧૪. માચીસ- ૧ બોક્સ
૧૫. નહાવાના સાબુ- ૪ નંગ
૧૬. ધોવાના સાબુ- ૨ નંગ
૧૭. જરુરી દવાઓ