આરીફ બાપુજી ને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રિવોલ્યૂશન ટીમ નવી દિલ્હી દ્વારા ભરૂચ તાલુકા કોંગ્રેસ ના જનરલ સેક્રેટરી બનાવ્યા.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના યુવાન આરીફ અલી બાપુજી ને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ રિવોલ્યૂશન ટીમ નવી દિલ્હી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભરૂચ તાલુકા કોંગ્રેસ ના જનરલ સેક્રેટરી બનાવતા ટંકારીઆ ગામ સહીત આસપાસના ગામોમાં હર્ષ ની લાગણી ફેલાઈ જવા પામી છે. કોંગ્રેસ પક્ષ માટે હંમેશા શુભ ચિંતન રાખનાર આરીફ બાપુજી એક ઉત્સાહી કાર્યકર પણ છે. એમના થકી આવનાર ચૂંટણીમાં ગામના નવયુવાનોને સંગઠિત રાખવામાં મહત્વનો ફાળો પણ રહેશે. આરીફ બાપુજી ના ભરૂચ તાલુકા કોંગ્રેસ ના સેક્રેટરી બનતા ગામના નવયુવાનો એકદમ ઉત્સાહી બની જવા પામ્યા છે. 

નીચેના ચિત્રોમાં આરીફ બાપુજી તેમના મિત્રો સાથે સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરતા જણાઈ આવે છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*