ટંકારીઆ માં નોકઆઉટ વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ સંચાલિત નોકઆઉટ વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ આજરોજ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પાર કરવામાં આવ્યો હતો. વિશાળ પ્રેક્ષકો ધરાવતા આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવાનું જિલ્લાના તથા ગુજરાતના ક્રિકેટ ખેલાડીઓનું એક સ્વપ્ન હોય છે.
ઉદ્ઘાટન સમારંભ ની શરૂઆત કુરાન શરીફ ના પઠનથી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી એ પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં દરેક ક્રિકેટ પ્રેમીઓને તથા ક્રિકેટરોને આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાય અને ક્રિકેટનો આનંદ માણી શકો એવી અપીલ કરી હતી. તથા સ્પોર્ટ્સ ક્લબના સંચાલક ઝાકીરભાઈ ઉમતાએ પણ પોતાના ટૂંકા પ્રવચનમાં ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સભ્ય મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલર તથા સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ લાલન તથા મુસ્તુફા ખોડા, યાસીન શંભુ, બિલાલ લાલન તેમજ ગામના નવયુવાનો, વડીલો, ક્રિકેટ પ્રેમીઓ, આગેવાનો
પાલેજ ના અગ્રણી શબ્બીરભાઈ, વલણ ગામના અગ્રણી મુસ્તાક ટટ્ટુ, મેસરાદના અગ્રણી વાજિદ જમાદાર તેમજ ઇખરના હારુન હેન્ડી તથા પરીએજ ના ઈરફાન સરબલ, ભરૂચ થી પધારેલા રતિલાલ પરમાર તેમજ કરણ ટેલર અને સાદિક સાલેહ તથા આસપાસના ગામના આગેવાનો તથા ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા. અબ્દુલ્લાહ કામથી એ સ્પોર્ટ્સ ક્લબના તમામ સદસ્યોનો આભાર માન્યો હતો.
સમગ્ર સમારંભ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*