HAJI ABDUL IBRAHIM LALAN [UNCLE OF NASIR LALAN] passed away…….. He was buried at Bhadbhag graveyard at 4 pm. today. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] place him in to Jannatul firdaush. Ameen.

તારીખ ૨/૬/૨૦૨૨ ને ગુરુવારના રોજ છેલ્લા ત્રણ મહિનાથી ગામલોકોની સુખાકારી માટેની સલામતી ને લઈને જે માંગ હતી તે કામ ગ્રામ પંચાયત ટંકારીયાના સરપંચશ્રી ઉમતા ઝાકીરહુસેન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું. ભરૂચ થી પાલેજ સુધી જે રોડનું કામ થયું ત્યાર પછી ટંકારીઆ ગામમાંથી પસાર થતા પાલેજ રોડ પર પુરપાટ વાહનોને લઈને અકસ્માત થવાની તથા ટ્રાફિક ની સંભાવના ને ધ્યાને લઇ સરપંચશ્રી દ્વારા પી.ડબલ્યુ.ડી. વિભાગની તમામ શાખાઓમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર ના પ્રયત્નોને લઈને આખરે પી.ડબલ્યુ.ડી. તરફથી ગામતળના વિસ્તારમાં જ્યાં અકસ્માત સંભવિત હતા એવા પોઇન્ટ નું સર્વે કરી ગઈકાલે ગુરુવારના રોજ અકસ્માત નિવારણ બમ્પ મુકવામાં આવ્યા જે બદલ ગ્રામ પંચાયત ટંકારીઆ પી.ડબલ્યુ.ડી. વિભાગના તમામ અધિકારીઓ તથા ગામના તાલુકા સદસ્ય અબ્દુલ્લાહભાઈ ટેલર તેમજ જે લોકોએ આ કામમાં મદદ કરી છે એ તમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
લી. સરપંચ
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા

મુસ્તુફા ખોડાના નવા મકાનનો ઉદ્ઘાટન સમારંભ ગત 31.5.22 ને મંગરવારના રોજ દારુલ ઉલુમ કૉમ્યુનિટી હોલ માં રાખવામાં આવ્યો હતો. ગામલોકોને સામુહિક દાવત આપી જમણવાર યોજાયો હતો.

Another feather has been added to Tankaria’s shining success… Dr. Mubin Kari, son of Faruk Bhai Kari of Tankaria has completed his MBBS degree from Indian Institute of Medical Science and Research, Badnapur, Nashik.

Many congratulations to Dr. Mubin, his parents and his teachers. We pray that you continue to achieve excellence in medical field and our community and soceity can benefit from your skills and knowledge .

ટંકારીઆનું ગૌરવ... ડૉ.મુબીન ફારુક કારી.

ટંકારીઆની ઝળહળતી સફળતામાં વધુ એક પીંછું ઉમેરાયું છે... ટંકારીઆના ફારુકભાઈ કારીના પુત્ર ડૉ. મુબીન કારીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, બદનાપુર, નાસિકમાંથી એમ.બી.બી.એસની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ડૉ. મુબીનની સફળતા માટે ટંકારીઆવાસીઓ ગર્વની લાગણી અનુભવે છે.   

ડૉ. મુબીન, તેમના માતા-પિતા અને તેમના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અમે દુઆ કરીએ છીએ કે તમે તબીબી ક્ષેત્રે પ્રગતિ કરવાનું ચાલુ રાખો જેથી આપણા સમુદાય અને સમાજને તમારી કુશળતા અને જ્ઞાનનો લાભ મળે.

Dilavar Ibrahim basheri (Thavi) passed away in Tankaria. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janajah will be held at 11pm in Bhadbhag graveyard. May Allah SWT grant him a place in Jannat-ul-Firdaus and sabr e jameel to his family. Ameen