વર્ષ ૨૦૨૨ ની હજની પવિત્ર યાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજ યાત્રીઓ માટે આગામી ૧૨ જૂન ૨૦૨૨ ને રવિવાર ના રોજ ટંકારીઆ મુકામે મસ્જિદ એ મુસ્તુફાઇયયા માં સવારે ૯ વાગ્યાથી હજ તાલીમ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ હજ તાલીમ કેમ્પમાં નામાંકિત આલીમો દ્વારા હજ ના અરકાનો વિશે વિસ્તૃત માહિતી તથા પ્રેક્ટિકલ માર્ગદર્શન હાજીઓને પ્રદાન કરવામાં આવશે. તો આ વર્ષે હજ યાત્રાએ જતા હાજીઓને આ કેમ્પમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ તમામ હાજીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

લીલીછમ ઘાસ આચ્છાદિત તર્ફ વિકેટ ધરાવતા બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર આજરોજ કિમ ઇલેવન અને જોલવા ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ નો મુકાબલો યોજાયો હતો. જેમાં જોલવા ઇલેવન નો ભવ્ય વિજય થયો હતો.

HAJI MOHAMMED VALI KAJIBU [BROTHER IN LAW OF HAJI YAKUBBHAI KARIM] passed away at London on Thursday. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen.