ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે રહેણાંક વિસ્તાર વધતા મસ્જિદ ની તાતી જરૂરત હોઈ  પારખેત તરફ ની ભાગોળે નવનિર્મિત મક્કા મસ્જિદ નું ઉદ્ઘાટન આજરોજ અસર ની નમાજ અદા કરી કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે પીરે તરિકત ઈક્બાલહુસેન અલ્વી સાહેબ ખાસ હાજર રહ્યા હતા.

ટંકારીઆ ગામ કે જેની વસ્તી દીનદહાડે વધતી જતી હોય ગામ નો વિસ્તાર પણ વધવા પામતા ટંકારીઆ થી પારખેત જવાના રસ્તા પર ભાગોળે ગામલોકોના સાથ સહકારથી  મક્કા મસ્જિદ ના નામે એક નવનિર્મિત મસ્જિદ બનાવવામાં આવી હતી. જેનો ઇફ્તેતા પ્રોગ્રામ આજરોજ અસર ની નમાજ પઢી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇકબાલ બાવા અલ્વી હુસેની અમદાવાદવાળા ખાસ હાજર રહી ગામલોકોને મુબારકબાદી તથા દુઆ ઓથી નવાજ્યા હતા. તથા જામ મસ્જિદ ના પેશ ઇમામ ખલિફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ તથા ગામ ના લોકો તથા બહારગામથી પણ લોકો હાજર રહ્યા હતા.  મૌલાના સાહેબના ટૂંકા પ્રવચનમાં તમામ મુસલમાનો ને સમયસર નમાજ પઢવાની તથા સારા અખ્લાક સાથે પેશ  આવવાની નસીહતો કરી હતી. અંત માં ખુશુશી દુઆઓ તથા સલાતો સલામ બાદ મેહફીલ ને ખત્મ કરવામાં આવી હતી.

ટંકારીઆ તથા પંથક માં શબે બારાત ની ઉજવણી કરાઈ
ઇસ્લામિક કેલેન્ડર મુજબ શાબાન મહિના ની ૧૪ મી તારીખે મુસ્લિમો શબે બારાત ની ઉજવણી કરે છે. મુસ્લિમો માટે આ રાત્રી ઘણી જ ફઝીલત વાળી હોય ગત રોજ ગુરુવાર ની રાત્રી એ ટંકારીઆ તથા પંથક માં મુસ્લિમો એ આખી રાત્રી જાગરણ કરી અલ્લાહ ની ઈબાદત માં મશગુલ રહી પોતાના ગુનાહો ની માફી માંગી હતી.
આ ફઝીલત વાળા દિવસે મગરીબ ની નમાજ થીજ મુસ્લિમ બિરાદરો મસ્જિદો માં એકઠ્ઠા થઈને મગરીબ ની નમાજ અદા કર્યા બાદ શબ એ બારાત ની વિશિષ્ઠ નમાજો અદા કરી હતી. ત્યાર બાદ મોડી રાત્રી એ મસ્જિદો માં જઈને નફિલ નમાજો અદા કરી હતી. અને આખા વર્ષ દરમ્યાન જાણે, અજાણે થયેલા ગુનાહોની તૌબા કરી અલ્લાહ પાસે માફી માંગતા નજરે પડ્યા હતા. અને અલ્લાહ ને રાજી કરવાનો પ્રયાસ કરતા જણાયા હતા. તથા દરગાહો પર જઈ ને ફાતેહા પઢ્યા હતા. તેમજ કબ્રસ્તાન માં જઈને પોતાના પૂર્વજો તેમજ સગાવહાલાઓ ની કબરો પર ફૂલો ચઢાવી તેઓની મગફેરતની દુઆ ઓ ગુજારી હતી. આ દરમ્યાન મસ્જિદો તથા કબ્રસ્તાનો માં ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક બિરાદરો એ નફિલ રોઝા પણ રાખ્યા હતા. આખી રાત મુસ્લિમ બિરાદરોની ચહલ પહલ થી મસ્જિદો તથા કબ્રસ્તાનો ધબકતા રહ્યા હતા.

આપણા ગામ ની પારખેત તરફ ના ભાગોળે નવનિર્મિત મક્કા મસ્જિદ નું બાંધકામ નું કામ પૂર્ણ થઇ ગયું છે. અને આ મસ્જિદ નું વિધિવત  ઉદ્ઘાટન આવતા શુક્રવારે અસર ની નમાજ પઢી કરવામાં આવશે. આ પ્રસંગે તમામ ને હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.