ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગામની પાલેજ તરફની ભાગોળ એટલેકે આંબાવાડી બસ સ્ટેન્ડ પાસેથી શરુ થતી વરસાદી કાન્સ કે જેમાં બિન જરૂરી વનસ્પતિ, કચરો વિગેરેથી કાન્સ પુરાઈ ગઈ હતી તે કાન્સની સાફસફાઈ નું બીડું ગામ પંચાયતે પોતાના અથાગ પ્રયત્નો દ્વારા તથા જિલ્લા વિકાશ અધિકારી ના હુકમથી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સાફસફાઈ આજથી ચાલુ થઇ ગઈ હોય ગામલોકોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ કામ વાગરા વિધાનસભા ના ધારાસભ્ય અરૂણસિંહ રાણા સાહેબના સીધા સંકલનથી તથા તેમના અથાગ પ્રયત્નોથી પાર પડ્યું હતું. આ કાન્સ આંબાવાડી બસ સ્ટેન્ડ થી સીતપોણ જવાના રસ્તા એટલેકે ગેબનશા પીર ની દરગાહ સુધી ની સાફસફાઈ કરવામાં આવશે તથા ઘોડી રોડ પરની પાણી ની કાન્સ પણ સાફ કરવામાં આવશે. જેના પગલે ગામના નીચાણવારા વિસ્તાર જેવાકે પાદરમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થઇ જશે. 

૧૦ દિવસ ના સતત વરસાદી વાતાવરણ બાદ આજે સવારે કોમળ સૂર્યપ્રકાશ નીકળતા ખેડૂત મિત્રોમાં હર્ષની લાગણી પેદા થઇ છે. હવે ધીમે ધીમે નિંદામણ નું કાર્ય પણ શરુ થશે. અલ્લાહ તઆલા ખેત ખલીયાનો માં બરકત અતા કરે અને જગતના તાત સમા ખેડૂત ને મજબૂત કરે એજ દુઆ.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આગામી હજ્જે બૈતુલ્લાહ જનાર હાજી ભાઈ બહેનો માટે હજ ના અનુભવી મૌલાનાઓ દ્વારા પ્રેક્ટિકલી ટ્રેનિંગ આપતા કેમ્પ નું આયોજન તારીખ  ૧૬/૦૭/૨૦૧૭ ના રવિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે મસ્જિદ એ મુસ્તુફાઇયયા ટંકારીઆ ખાતે કરવામાં આવ્યું છે. તો ચાલુ સાલે હજ્જે બૈતુલ્લાહ જતા હાજી ભાઈ બહેનો ને હાજર રહેવા મસ્જિદ તથા મદ્રસ્સા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ અપીલ કરે છે.
ટ્રેનિંગ કેમ્પ પૂરો થયે તમામ હુંજ્જાજ ભાઈ બહેનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.