બકરી ઈદ નિમિતે ટંકારીઆમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી આવતા બકરી ઈદ ના તહેવાર નિમિતે પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ. એ. આર. વ્યાસ મેડમ ના પ્રમુખ સ્થાને એક શાંતિ સમિતિની બેઠક નું આયોજન ટંકારીઆ ગામ પંચાયત માં કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી આવતા બકરી ઈદ ના તહેવાર નિમિતે શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ. એ. આર. વ્યાસ મેડમ તથા તેમનો સ્ટાફ તથા ગામના તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા પારખેત – ઠીકરીયા – પાદરીયા તથા ઘોડી ગામના સરપંચો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પી. આઈ.એ. આર. વ્યાસ મેડમે બકરી ઈદનો તહેવાર શાંતિ અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવવાની અપીલ કરી હતી.


TANKARIA WEATHER






