1 2 3 5

ટંકારીઆ સહીત પંથકમાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર ઈદ ઉલ અદહાની ઉજવણી શાનો શૌકત સાથે કરવામાં આવી હતી. વહેલી સવારે ગામની વિવિધ મસ્જિદોમાં ઈદ ની વિશિષ્ટ નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારક્બાદીઓ આપી હતી. ટંકારીઆ ગામની વિવિધ મસ્જિદોમાં સમગ્ર માનવજાતની ભલાઈઓ માટે તથા સમગ્ર વિશ્વમાં શાંતિ, સલામતી અને ભાઈચારા માટે દુઆઓ કરવામાં આવી હતી. પાલેજ પોલીસ મથક દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

હજુ હાલમાં પેટના આંતરડાની તકલીફને લઈને ઝુબેર યુસુફ સરથલાવાળા ને જે મદદ કરી હતી તેના પરિણામ સ્વરૂપ તેમને તે તકલીફનું નિવારણ થઇ ગયું છે… પરંતુ તે જ ભાઈને હાલમાં મોઢાના જમણા જડબાના ભાગે કેન્સર નું નિદાન થયું છે. તો તેની સારવાર અર્થે તથા વિવિધ રિપોર્ટ માટે મદદની તાત્કાલિક જરૂરિયાત હોય આપ સખીદાતાઓને મદદની અપીલ કરીએ છીએ. તો આપ આ ભાઈને મદદ કરવા ઇચ્છુક હોય તો નીચેની વ્યક્તિઓનો સંપર્ક કરી મદદ મોકલાવી શકો છો. આપણા ગામના આગેવાનો માં-કાર્ડ પર અગર સારવાર થશે તો તેની કોશિશ કરી રહ્યા છે પરંતુ હાલમાં પ્રારંભિક ખર્ચને પહોંચી વળવા આ મદદની અપીલ કરવામાં આવે છે, જે આપણી જાણ સારું.
૧. યુનુસ ગણપતિ ૯૮૨૪૧૮૩૯૧૪.
૨. મુસ્તાક દૌલા ૯૯૯૮૨૬૯૫૩૯.

ISMAIL MAHUDHALAWALA [ઇબ્રાહીમભાઇ ભુતા નો ભાણિયો] Passed away in Tankaria. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9am tomorrow. May ALLAH [SWT] place him in to Jannatul firdaush. Ameen. 

1 2 3 5