1 2 3 7

મૂળ ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના વતની અને ભરૂચ માં સ્થાયી થયેલા ડો. મહમ્મદકૈફ મુબારકહુસેન ભાણિયાએ સી.જી.એસ. મેડિકલ કોલેજ અહમદાબાદથી એમ.બી.બી.એસ. સ્નાતકની પરીક્ષા ઉત્તીર્ણ કરી ડોક્ટરની પદવી ધારણ કરી લીધી છે. ડો. મહમ્મદકૈફ તથા મુબારકહુસેન ભાણિયાને આ થકી ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ. આપણા ગામના ડોક્ટરોની યાદીમાં વધુ એક ઉમેરો થયો છે.

ભરૂચ તાલુકાના અડોલ ગામની પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક ગુલામમુહમ્મદ ઉમરજી ઇપલી નો વયનિવૃત્તિ થતા તેમનો વિદાય સમારંભ અડોલ ગ્રામ પંચાયત તથા અડોલ પ્રાથમિકશાળાના ઉપક્રમે આજરોજ અડોલ શાળામાં મહાનુભાવો વચ્ચે યોજાયો હતો.
આજરોજ અડોલ શાળામાં વયનિવૃત્ત થતા મુખ્યશિક્ષક ગુલામમુહમ્મદ ઉમરજી ઇપલીનો વિદાય સમારંભ અડોલ શાળામાં રાખવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ અડોલ શાળાની બાળાઓ દ્વારા આમંત્રિત મહેમાનો માટે સ્વાગતગીત રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. આ સમારંભના પ્રમુખ સ્થાને અડોલ ગામના નવયુવાન સરપંચ પંકજ પટેલ દ્વારા મુખ્યશિક્ષક ગુલામ સાહેબની શાળાકીય તેમજ ઈતર પ્રવુત્તીઓની પ્રસંશા કરી ભાવવિભોર થઇ ગયા હતા. તેમને તેમના ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગુલામસાહેબની આ શાળામાં ૧૨ વર્ષની સર્વિસમાં તેમની પાસે ભણી ગયેલા વિદ્યાર્થીઓને ભણતર સાથે શિષ્ટના પાઠ પણ ઉમદા રીતે ભણાવ્યા હતા. બી.આર.સી. વિરેન્દ્રસિંહ સોલંકી, શુક્લતીર્થના રિટાયર્ડ શિક્ષક દેવધરા ચંપકસિંહ, સી.આર.સી. દીપકભાઈ ચૌહાણે તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આયશાબેને ગુલામસાહેબ ની પ્રસંશાના પુષ્પો તેમના ટૂંકા પ્રવચનોમાં વેર્યા હતા. ત્યાર બાદ રિટાયર્ડ થતા મુખ્યશિક્ષક ગુલામમુહમ્મદ ઇપલી સાહેબે પોતે આ શાળામાં ૧૨ વર્ષથી મુખ્યશિક્ષક તરીકે કાર્યરત હતા અને તેમને શાળા તથા વિદ્યાર્થીઓ માટે આપેલી સેવાઓને યાદ કરી ભાવવિભોર બની ગયા હતા.
આ સમારંભમાં મુખ્યત્વે પધારેલ મહેમાનોમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આયશાબેન આઈ. પટેલ, બી.આર.સી. વિરેન્દ્રસિંહ સોલંકી, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રી ઇકબાલભાઇ પટેલ, અડોલ ગામના સરપંચ પંકજભાઈ પટેલ તથા અડોલ ગ્રામ પંચાયતના સભ્યો, ભરૂચ તાલુકા પંચાયતના સદસ્ય દાઉદ પટેલ, શુક્લતીર્થ ગામના ગામના રિટાયર્ડ શિક્ષક અને ગુલામસાહેબના સહાધ્યાયી દેવધરા ચંપકસિંહ, સી.આર.સી. દીપકભાઈ ચૌહાણ, ટંકારીઆ ગ્રુપાચાર્ય મહેબુબભાઇ જેટ, ટંકારીઆ ગામના માજી સરપંચ ઝાકીરહુસૈન ઇસ્માઇલ ઉમતા, વરેડીયા ગામના એકદમ નવયુવાન સરપંચ ફઝિલાબેન, કહાન ગામના માજી સરપંચ ગુલામભાઇ બાદશાહ, તેમના મિત્રમંડળ તેમજ પાલેજ તથા ટંકારીઆ ગ્રુપશાળાઓના આચાર્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિ રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટંકારીઆ શાળાના શિક્ષિકા સાહેદાબેન પટેલે તેમના આગવા અંદાજમાં કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Haji Riyaz Ahmed Ismail Janab (Pavadia) [KNOWN AS RAZZUMAMA] [Father of Faiyaz Pavadia] passed away………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard at 11am. May ALLAH [SWT] grant him in to Jannatul Firdaush. Ameen.

1 2 3 7