આજે સાંજે અસરની અઝાન ના સમયે એકદમ કાળું અંધાર વાતાવરણ થઇ ગયું છે અને વાદળોના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી પડ્યો છે. જો કે કપાસ માટે હમણાં વરસાદની જરૂરત હોય કપાસ ની વાવણી કરતા ખેડૂતો ઉત્સાહિત થયા છે. સાથે સાથે પત્તરવેલ ના ભજીયા, ટમટમતા ખમણ, બટાકા વડા, ભજીયા ઉસળ ની જિયાફત તો ખરી જ. 

At the time of Asr Azaan this evening, the atmosphere has become very dark and the rain has fallen with the crackling of clouds. However, farmers who are sowing cotton are excited as cotton now needs rain.

૧. આથી ટંકારીઆ ગ્રામ પંચાયત દ્વારા તમામ ગ્રામવાસીઓને જાણ કરવામાં આવે છે કે, ગામના બજારમાં વ્યાપાર અર્થે રોજ બહારગામથી વેપારીઓ આવે છે.
૨. પાદર તથા બજારના વિસ્તારમાં વ્યાપાર કરતા ગામના તથા બહાર ગામના વેપારી મિત્રોને – ફેરિયાઓને પંચાયત દ્વારા નમ્ર વિનંતી છે કે, તમે જે જગ્યા પર બેસીને વ્યાપાર કરો છો. તમારું વ્યાપારનું કામ પૂર્ણ થાય ત્યારબાદ તમારી બેસવાની જગ્યાની સાફ સફાઈ કરવાની જવાબદારી તમારી પોતાની છે એ જ ધ્યાન રાખશો.
૩. જો આમ કરવામાં ચૂક કરશો તો ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા આપની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે.
૪. પાદર તેમજ બજારના મુખ્ય રસ્તા પરના તમામ ગામના વ્યાપારી ભાઈઓને નમ્ર વિનંતી છે કે, તેઓ પોતાની જગ્યા પર કચરો ભેગો કરી ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર, કચરો લેવા આવે એમાં કચરો નાંખવા વિનંતી. તથા પાદરમાં હરિજન વાસની સામે કાયમી ધોરણે ટ્રેલર મુકવામાં આવેલ છે જેમાં કચરો નાંખવા નમ્ર વિનંતી છે.
૫. જેથી કરીને ગામનું પર્યાવરણ ચોખ્ખું રહે અને ગંદકી ને લીધે જે મચ્છર – માંખીઓનો ઉપદ્રવ વધે છે એનાથી બચી શકાય.
૬. “વિના સહકાર નહિ ઉદ્ધાર”
તો આપ તમામ ગ્રામવાસીઓએ આ કામમાં સહભાગી થઇ ગ્રામ પંચાયતના સફાઈ અભિયાનમાં મહત્વનું યોગદાન આપશો એવી અપેક્ષા સહ.

લી. ગ્રામ પંચાયત પરિવાર
સરપંચ
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા

મૂળ ટંકારીયાના વતની અને અહમદાબાદ ખાતે સ્થાયી થયેલા મુસ્તાકઅલી મુકર્દમ નો સુપુત્ર નામે એઝાઝઅહમદ કે જેઓ ખેડા જિલ્લાના ખેડા તાલુકાના વાવડી ગામે પ્રાથમિક શિક્ષક તરીકે સેવા બજાવે છે. ગુજરાત સરકારની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત ખેડા જિલ્લાનો સને ૨૦૨૨ તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, શિક્ષણ ક્ષેત્રે તેમને કરેલી ઉત્કૃષ્ટ કામગીરી અને સમાજ સેવામાં આપેલા ગૌરવપૂર્ણ યોગદાન બદલ ખેડા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પસંદગી દ્વારા સન્માનઅર્થે એનાયત કરાયો છે.

A native of Tankaria and son of Mustaqali Mukardam settled in Ahmedabad named Azaz Ahmad who serves as a primary teacher in village Vawadi of Kheda taluk of Kheda district. As part of Gujarat Government’s Best Teacher Award Scheme, Kheda District has been honored with the 2022 Taluka Level Best Teacher Award by Kheda District Best Teacher Award Selection committee for his invaluable performance in the field of education and his proud contribution to social service.