આજે સવારે ટંકારીઆ ગામના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મદની શિફાખાના ની મુલાકાતે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના ચેરમેન ખાલિદ ફાંસીવાલા પધાર્યા હતા. તેઓ સાથે વેલ્ફેર હોસ્પિટલના નામાંકિત ડોક્ટરો પણ પધાર્યા હતા. ખાલિદ ફાંસીવાલા દ્વારા તેમના ડોક્ટરો અઠવાડિયાના અલગ અલગ દિવસે મદની શિફાખાનામાં સેવા આપશે એવી જાહેરાત પણ કરી હતી. આ સમારંભમાં ખાલિદ ફાંસીવાલા ઉપરાંત ડો. મોહસીન પટેલ, ડો. શબાના પટેલ [ગાયકો], ડો. ઉદય મેગાનારથી [ઓર્થો.], ડો. જયદીપ મકવાણા [ઈ.એન.ટી.] તદુપરાંત સામાજિક કાર્યકર અબ્દુલ્લાભાઈ કામઠી, ગામના સરપંચ ઝાકીર ઉમતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ઉસ્માનભાઈ લાલન, સાહિત્યકાર અઝીઝ ટંકારવી, યકીન ટંકારવી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. ખાલિદ ફાંસીવાલાએ મદની શિફાખાના ઉત્તરોત્તર પ્રગતિ કરી સેવાકીય પ્રવુત્તિઓ હંમેશા ચાલુ રાખે એવી શુભકામનાઓ પાઠવી હતી.

Bharuch Welfare Hospital Chairman Khalid Fansiwala visited the Madani Shifakhana run by Sheikhul Islam Trust in Tankaria village this morning. He was accompanied by eminent doctors of Welfare Hospital. Khalid Fansiwala also announced that his doctors will serve at Madani Shifakhana on different days of the week. In addition to Khalid Fansiwala, Dr. Mohsin Patel, Dr. Shabana Patel [Gynec.], Dr. From Udaya Meganar [Ortho.], Dr. Jaideep Makwana [ENT],  Sarpanch Zakir Umta.  Social Worker Abdullabhai Kamathi, Taluka member Abdullah Taylor, Usmanbhai Lalan, writer Aziz Tankarvi, Yakin Tankarvi and villagers were present. Khalid Phansiwala wished Madani Shifakha to progress gradually and continue the service activities always.

આજરોજ તારીખ ૧૪/૯/૨૨ ને બુધવારના રોજ ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા નશાબંધીના પ્રચાર અનુસંધાને ટંકારીઆ હાઈસ્કૂલમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નશા થી થતા નુકશાન ની ગંભીરતા સમજાવવા માટે ભરૂચ નશાબંધી વિભાગ માંથી પ્રકાશભાઈ બારોટ તેમજ વિનોદભાઈ બારોટે વિસ્તૃત માહિતી આપી હતી. એ લોકો દ્વારા નાટકના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. પ્રોગ્રામમાં સાથ સહકાર આપવા બદલ ટંકારીઆ હાઈસ્કૂલના ચેરમેન અબ્દુલભાઇ ભુતા તથા આચાર્ય સાહેબ ગુલામભાઇ પટેલનો ગ્રામ પંચાયત ટંકારીઆ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

Today on Wednesday 14/9/22 a program was organized by Gram Panchayat Tankaria in Tankaria High School in line with drug addiction campaign. In which, Prakashbhai Barot and Vinodbhai Barot from Bharuch Anti-Narcotics Department gave detailed information to explain the seriousness of harm caused by intoxication. Students were also given understanding through drama by those people. Gram Panchayat Tankaria expresses its gratitude to the Chairman Abdulbhai Bhuta and principal Gulambhai Patel of Tankaria High School for their cooperation in the program.

આપણા ગામના ભરૂચ જિલ્લા ભા.જ.પ. લઘુમતી સેલના ચેરમેન મુસ્તુફા ખોડા ને ગુજરાત રાજ્ય હજ કમિટીના સભ્ય પદે નિમણૂંક થતા અભિનંદન પાઠવીએ છીએ. જે આપણા ગામ માટે ગર્વ ની વાત છે. 

Congratulate to One of Our villager Mustufa Khoda, A chairman of   Bharuch district B.J.P.  Minority Cell,  on his appointment as a member of the Gujarat State Haj Committee. Which is a matter of pride for our village.