VVUK held a small welcome reception at Bolton office

TANKARIA WEATHER

પેલી પ્રણાલીગત કહેવત છે કે ભાદરવો ભરપૂર…. તો આજે વહેલી પરોઢથીજ ટંકારીઆ ગામ ના આકાશમાં કાળા ડીબાંગ વાદળોનો જમાવડો થઇ ગયો હતો અને સવારે ૮ વાગ્યાના સુમારથી વાદળોના ગડગડાટથી વરસાદ પડવાનો શરુ થઇ થઇ ગયો છે. વાતાવરણ આહલાદક થઇ જવા પામ્યું છે. છેલ્લા ૩ દિવસથી વાતાવરણમાં આંતરા-ચિત્રાની અસહ્ય ગરમી હોવાથી આ વરસાદના આહલાદક વાતાવરણે લોકોને ખુશ કરી દીધા છે.
