આજ રોજ વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ એન્ડ રિસર્ચ સેન્ટર અને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સહયોગથી ટંકારીઆ ગામમાં સ્ત્રી રોગો અને બાળ રોગો માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગોના નિષ્ણાંત) ડો. શબાના પટેલ અને પીડિયાટ્રિશ્યન (બાળ રોગોના નિષ્ણાંત) ડો. મોહસીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં ટંકારિયા તેમજ અન્ય નજીક નાં ગ્રામ્યજનો એ લાભ લીધો હતો.. આરોગ્ય લક્ષી આ કેમ્પ માં દરેક પ્રકારના સ્ત્રી રોગોથી પીડાતી બહેનો તથા બાળ રોગોથી પીડાતા બાળકોની નિશુલ્ક તપાસ કરવામાં આવી હતી તેમજ દવાઓ પણ મફત આપવામાં આવી…

આજરોજ તારીખ ૧૬/૦૯/૨૦૨૨ ને શુક્રવારના રોજ પ્રાથમિક કુમારશાળા (મુખ્ય) ટંકારિયામાં ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ તથા સુપોષણ માહ સપ્તાહની ઉજવણી નિમિતે ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરપંચ ઝાકીર ઇસ્માઇલ ઉમતા તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહભાઈ ટેલર, માજી સરપંચ આરીફ પટેલ તથા સામાજિક આગેવાન ઉસ્માન લાલન તથા બ્રાન્ચ કુમાર તથા કન્યાશાળાના આચાર્ય શ્રી તેમજ આંગણવાડી બહેનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન પ્રાથમિક કુમારશાળાના આચાર્ય ના હસ્તે પ્રશિષ્ટપત્ર ગ્રામ વિકાસથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના ઉન્નત કાર્યમાં આપેલ અનન્ય પ્રદાન બદલ ગામના સરપંચને આપી સન્માનિત કર્યા હતા. જે બદલ હું પ્રાથમિક કુમારશાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પ્રશિષ્ટપત્ર મારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. અને ભવિષ્યમાં પણ વધુ વેગથી ટંકારીઆ ગામનો સર્વાંગી વિકાસ થાય એ માટેના તમામ પ્રયત્નો કરીશ.
સરપંચશ્રી
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા