મારુ ગામ સાક્ષર ગામ અંતર્ગત આપણા ગામના યુવાનોને શિક્ષણ પ્રત્યે રુચિ દિવસે દિવસે વધતી થાય છે અને કારકિર્દી વિષે સતર્કતા વધી છે. એવા આપણા ગામના સાઈબાન હાફેઝી ઈરફાન બોડા કે જેઓએ ગત વર્ષે પેટ્રોલિયમ એન્જીનીયરીંગ પૂરું કર્યું હતું. સાઈબાન ગામનો પ્રથમ નવયુવાન છે કે તેને પેટ્રોલિયમ એન્જીનીયરીંગ નો અભ્યાસ કર્યો. હાલમાં પી.એમ.ઈ.ટી. રાંદેર ના સાનિધ્યમાં જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. અને સંસ્થા દ્વારા પ્રવેશ પરીક્ષામાં સારા રેન્કથી પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. અને સાઈબાન જીપીએસસી ની પરીક્ષાની તૈયારીઓ પૂર જોશમાં શરુ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાઈબાન ને સાઉદી પેટ્રોલિયમ યુનિવર્સિટી માંથી માસ્ટર ઈન પેટ્રોલિયમ એન્જીનીયરીંગ માટે ઓફર પણ કરવામાં આવી છે. અને તે માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અલ્લાહ તેને તરક્કી આપે અને તેના તમામ કામોમાં કામિયાબી અર્પે એજ દુઆ.

My village Literate village , the interest of the youth of our village towards education is increasing day by day and the awareness about career has increased. Saiban Hafezi Irfan Boda from our village who completed petroleum engineering last year. Saiban is the first young man from the village to study petroleum engineering. Currently PMET. Preparing for GPSC exam in the vicinity of Rander. And has passed the examination with good rank in the entrance examination by the institute. And Saiban has started preparations for GPSC exams in full swing. It may be mentioned here that this Saiban has also been offered for Master in Petroleum Engineering from Saudi Petroleum University. And have made full preparations for that too. May Allah promote him and grant him success in all his endeavors.