ભરૂચ તાલુકાના હિંગલ્લા થી પાલેજ વાયા પારખેત ટંકારીઆ નો રસ્તો કે જે આશરે ૧૧ વર્ષ પહેલા બન્યો હતો આ સમય દરમ્યાન આ રસ્તાની કોઈ મરમ્મ્ત કે કાર્પેટિંગનું કામ થયું નથી એટલે આ રસ્તાની હાલત એટલી ખરાબ થઇ ગઈ છે કે વાહનચાલકને આ ૨૦ કિલોમીટરનો રસ્તો કાપતા કલાકો નીકળી જાય છે. જેની ટંકારીઆ ગામના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં આ રસ્તાને નવો બનાવવામાં આવતો ના હોવાથી આજરોજ સાંજે ટંકારીઆ તથા આજુબાજુના ગામલોકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન ટંકારીઆ ગામના કોંગ્રેસી કાર્યકર અફઝલ ઘોડીવાળા ના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું.
અફઝલે પોતાના વક્તવ્યમાં આ રસ્તાને તાકીદે નવોનક્કોર બનાવવાનું તંત્રને આહવાન કર્યું હતું. એમને એમ પણ જણાવ્યું હતુંકે વારંવાર રજૂઆતો કરવા જઈએતો જવાબ મળેછેકે આ રસ્તો મંજુર થઇ ગયો છે અને ટેન્ડર બહાર પાડી આ રસ્તો બનાવવામાં આવશે જેને પણ ૧ વર્ષ થઇ ગયા હોવા છતાં આ રસ્તાનું નિરાકરણ આવતું નથી. તેમને એમ પણ કહ્યું હતું કે સગર્ભા સ્ત્રીને અથવા બીમાર વ્યકતિઓને અગર ભરૂચ દવાખાને જવું હોય તો તેમને ઘણીજ તકલીફોનો સામનો કરવો પડે છે એમ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું હતુંકે અગર આ રસ્તાનું નિરાકરણ વહેલી તકે નહિ આવે તો હવે પછી રસ્તારોકો અને ચક્કા જામ જેવા જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ કોન્ફરન્સમાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા રીક્ષાચાલકો એ તથા રોજબરોજ અપ-ડાઉન કરતા નોકરિયાતો તથા ધંધાદારીઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો શું તંત્ર આ પ્રશ્નનો ઉકેલ ઝડપથી લાવશે?
આ કોન્ફરન્સ માં ગામના નવયુવાનો તથા શિક્ષિત નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Hamidaben Adam Baadal [Mother of Salim Badal] passed away……. Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 3pm. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.

દર વર્ષે વિશ્વના વિવિધ દેશોમાંથી લગભગ 4 લાખ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જાય છે જે પૈકી ૫૦% (લગભગ બે લાખ ) વિદ્યાર્થીઓ ભારત અને ચીનથી જાય છે. ભારતના ૯૦% વિદ્યાર્થીઓ પંજાબ અને ઉત્તર ગુજરાતના હોય છે

દર વર્ષે આશરે ૩૦૦૦ થી ૫૦૦૦ વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાતથી આવે છે જે થોડા વર્ષોમાં જે પી.આર. અને કેનેડિયન નાગરિકત્વ મેળવે છે અને તેમના માતાપિતાને પણ બોલાવી લે છે અને અહીંયા કાયમી સેટલ થઇ જાય છે. બદનસીબે આપણા સમાજમાંથી ભાગ્યે જ ૧૦૦ થી ૨૦૦ વિદ્યાર્થીઓ આવે છે જે ગુજરાતના વિદ્યાર્થીઓની સરખામણીમાં ૧% પણ નથી

કેનેડા હજી પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરે છે અને કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમ અન્ય વિકસિત દેશોની તુલનામાં હાલ માં ખૂબ જ ઉદાર છે. અહીંયા નોકરી તકો પણ ખૂબ સારી છે. કેનેડાને ૨૦૨૦ માં વિશ્વ ના સર્વશ્રેષ્ઠ દેશ તરીકે ગણવામાં આવેલ છે. ભારતના વર્તમાન સંજોગો અને સરકાર ભારતીય લઘુમતીઓ સાથે નીતિઓને લક્ષમાં લઈને આપણે આપણા સમુદાયના વધુ માં વધુ વિદ્યાર્થીઓને કેનેડા આવવા પ્રોત્સાહન આપવું જોઈએ. શરૂઆતમાં પ્રથમ સેમેસ્ટરની ફી અને ટિકિટના પૈસા વ્યવસ્થા કરવી પડે છે પરંતુ અહીં આવ્યા પછી, તેઓ જોબ કરી સાથે સાથે અભ્યાસ કરી શકે છે અને બાકીના વર્ષો ની ફી અને રહેવાના ખર્ચની વ્યવસ્થા કરી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ ઉબેર ચલાવી ને પણ સારી એવી કમાણી કરી લે છે

ભારતમાં એજન્ટો કોલેજના એડમિશન અને વિઝાની વ્યવસ્થા કરવા માટે એક પૈસો લેતા નથી અને આપવાની પણ જરૂર નથી, કારણ કે કોલેજો વિદ્યાર્થીઓને માટે એજન્ટોને ખૂબ સારી રકમ ચૂકવે છે. અને કોલેજ માટે પણ આ એક બહુજ મોટો નફો કમાવવાનો વ્યવસાય છે

ભરૂચી વોરા પટેલનું એક નાનું ગ્રુપ કેનેડા ખાતે વિનામૂલયે માર્ગદર્શન આપવા પ્રયત્નશીલ છે જે વિદ્યાર્થીઓ આનો લાભ લેવા ઇચ્છતા હોઈ તેઓ પોતાનો બાયો ડેટા vps.studenthelp@gmail.com પર મોકલી શકે છે.