ટંકારીઆ ગામની સીતપોણ તરફની સીમમાં આરામ ફરમાવી રહેલા પીર તાજુદ્દીન (રહ.) ઉર્ફે પીર પોપટ (રહ.) નો આજે અસરની નમાજ બાદ સંદલ નો પ્રોગ્રામ યોજાયો હતો. ત્યારબાદ ન્યાઝનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. ગામલોકોએ વન ભોજનનો આસ્વાદ માણ્યો હતો. તથા ઈશાની નમાજ બાદ શમા એ મેહફીલ નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો.

MUSTAK MOHMED MIYANJI URFE DADDU [SON OF DR. MIYANJI] PASSES AWAY…………. INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

અસ્સલામો અલયકુમ
મુસ્તાક મોહમ્મદ મીયાંજી નું કોરોના ને લીધે અવસાન થયું હોય એમની બોડી તંત્ર આપશે તો ટંકારિયામાં દફનવિધિ થશે નહિ તો સુરત ખાતે થશે. તથા ટંકારીઆ તેમના ઘરે કોરોના ને લીધે કોઈએ પણ બેસવા માટે આવવું નહિ. તેમ ડોક્ટર મીયાંજી સાહેબ જણાવે છે.

મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજરોજ ગતવર્ષની ૩૦ ઓવર ઓપન ક્રિકેટ મેચ ની સેમી ફાઇનલ આજે ટંકારીઆ કે.જી.એન. અને વોરાસમની વચ્ચે રમાઈ હતી જેમાં વોરાસામણીએ તેના નિર્ધારિત ઓવરમાં ૧૯૨ રન ફટકાર્યા હતા. જેમાં અક્રમ બૉનીના ૫૦ રન તથા વોરાસમની ના જલાલ પટેલના ૪૬ રન મુખ્ય હતા. તેના જવાબમાં ટંકારીઆ કે.જી.એન. ના પણ ૧૯૨ રન થતા મેચ ટાઈ થઇ હતી. કે.જી.એન. તરફથી જેસલ કારિયા ના ૫૦ તથા સુકેતુ પાંડે ના ૮૬ રન મુખ્ય હતા. કે.જી.એન. ને છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૯ રન ની જરૂર હતી પરંતુ સુકેતુ પાંડે એ છેલ્લા ૩ બોલમાં ૩ છગ્ગા ફટકારતા મેચ ટાઈ થઇ જવા પામી હતી. અને ત્યાર બાદ સુપર ઓવર રમાડવામાં આવી હતી જેમાં ટંકારીઆ કે.જી.એન. ના ૮ રન થયા હતા જે વોરાસમની ટીમે ફટકારી દેતા વોરાસમની નો વિજય થયો હતો. એક વખતે નિશ્ચિત વિજય તરફ ધપતી કે.જી.એન. ની ટિમ ઓચિંતી કોલપ્સ થઇ ગઈ હતી.

વાત કરીએ છીએ આપણા ગામના હાશમશાહ (રહ.) કબ્રસ્તાનની……. હાશમશાહ (રહ.) દરગાહ પરિસરની નજીકમાં મૈયતોને દફનાવવા માટે જગ્યાની તંગી પડતી હોવાથી દરગાહ પરિસરની દક્ષિણ દિશા તરફ ની જગ્યા કે જે એકદમ બંજર હાલતમાં હતી અને ત્યાં કોઈ કબર ખોદવા માટે તૈયાર ના હતું તેવી જગ્યાને આપણા ગામના નવયુવાનોએ [જેમના નામો લખવાની મનાઈ ફરમાવી છે] આ જગ્યાને રાતદિવસ મહેનત કરી વ્યવસ્થિત રીતે બનાવી કબરો ખોદવા લાયક બનાવી દીધી છે. જે ખરેખર પ્રસંશા ને પાત્ર છે બલ્કે પ્રસંશા ના શબ્દો ખૂટી પડે એવું સરાહનીય કામ કરી બતાવ્યું છે. આ નવયુવાનોને અલ્લાહ તબારક વ તઆલા દિન દુગુની રાત ચોગુની તરક્કી અને કામયાબી અતા કરે. આ કામને સંપૂર્ણ કરવામાં ગામના નામી અનામી વ્યક્તિઓએ જે મદદ કરી છે તેમનો આભાર વ્યક્ત કરતા દિલ ગડગડ થઇ જાય છે. અલ્લાહ પાક એનો બદલો તેઓને બંને જહાંમાં આપે…….આમીન.