સમગ્ર ભારત ૭૨ માં પ્રજાસત્તાકદિન દિન ની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે ટંકારીઆ ગામમાં પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ખુશીઓ સાથે કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના પટાંગણમાં ગામના હાલના સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માન લાલન દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં સરપંચ સહીત ગામના તલાટી તથા ગામ પંચાયતના સદસ્યો ઉપરાંત ગામલોકો હાજર રહી ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ના ગાન સાથે સમારંભ સંપૂર્ણ થયો હતો. ત્યારબાદ પંચાયત દ્વારા મીઠાઈ વહેંચવામાં આવી હતી. આમ ટંકારીઆ ગામમાં રાષ્ટ્રીય પર્વની ખુશીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

All India is celebrating 72th Republic Day. On this occasion, this national festival was also celebrated in Tankaria village with joy. In which a flag waving program was organized by the present Sarpanch of the village Mrs. Mumtazben Usman Lalan in the ground of the Gram Panchayat in which the Talati of the village including the Sarpanch and the members of the village Panchayat besides the villagers were present, after flag hosting  the ceremony was completed with the national anthem. Sweets were then distributed by the panchayat. Thus the national feast was celebrated with joy in the village of Tankaria.

વાગરા તાલુકાના ભેંસલી ખાતે ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રવિવારના રોજ ૩૦ ઓવરની નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ખોજબલ ની ટીમે ટંકારીઆ કે.જી.એન. ટીમને પરાસ્ત કરી ફાઇનલ મેચ વિજેતા બની હતી.
ગત રવિવારના રોજ ભેંસલી ખાતે લોન આચ્છાદિત ટર્ફ વિકેટ પર ફાઇનલ મેચનો મુકાબલો ખોજબલ અને ટંકારીઆ કે.જી.એન. વચ્ચે રમાઈ હતી. જેમાં ખોજબલની ટિમ ટૉસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને ટંકારીઆ કે.જી.એન. ટીમને ૧૨૦ રનમાં સમેટી દીધી હતી જેના જવાબમાં ખોજબલની ટીમે આસાનીથી ૧૨૦ રન ચેઝ કરીને ચેમ્પિયન બની હતી. ટ્રોફી વિતરણ સમારંભમાં ગામ પરગામથી મોટી સંખ્યામાં એન.આર.આઈ. ભાઈઓ તથા પ્રેક્ષકો હાજર રહી મેચની મજા માણી હતી. ટંકારીઆ કે.જી.એન. ના કેપટન ઝાકીર ઉમતાએ તેમની તેમના વ્યક્તવ્ય માં ગ્રામ્ય લેવલે ઉભળતા ટેલેન્ટેડ ક્રિકેટરોને આગળ આવવા માટે આહવાન કર્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતુંકે ગ્રામ્ય કક્ષાએ ક્રિકેટરોનું ટેલેન્ટ ભરપૂર માત્રામાં છે અને જો તેમને વ્યવસ્થિત માર્ગદર્શન મળે તો આ ટેલેન્ટ આગળ નીકળી શકે તેમ છે. ખોજબલના મેનેજર તરીકે પધારેલા ઇસ્માઇલભાઈ મતાદારે પણ તેમના વક્તવ્યમાં ગ્રામ્ય કક્ષાએ આવા નયનરમ્ય મેદાનની ખુબ પ્રશંસા કરી હતી. આ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પધાર્યા હતા.