અસ્સલામો અલયકુમ
હાલમાં કોરોના વાયરસે તેનો ગાળિયો વધુ મજબૂત કર્યો છે. આપણા ગામમાં દિવસે દિવસે કોરોનાથી સંક્રમિત કેસોમાં ઉછાળો થઇ રહ્યો છે. અલ્લાહ રબ્બુલ ઈજ્જત તેની ખાસ રહેમત આપણા ગામ પર વરસાવે અને આ મહાભયાનક મહામારીથી સૌનું રક્ષણ કરે. આમીન……. આપ તમામ વાચકમિત્રોને ખાસ અપીલ છે કે આપ તમામ બારગાહે ઇલાહીમાં આઝીઝાના દુઆઓ ગુજારશો અને જેઓ પણ આ બીમારીથી સંક્રમિત છે તેમને અલ્લાહ તઆલા તેના પ્યારા હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમના સદકો તુફેલ શિફાએ કામિલા અતા ફરમાવે. અને આ મહામારીને નેસ્તો નાબૂદ કરે. આપણા ગામના દેશ અને વિદેશોમાં પણ ઘણા લોકો સંક્રમિત છે એવા સમાચાર મળી રહ્યા છે, અલ્લાહ સુબ્હાન વ તઆલા તમામ પર રહમ ફરમાવે. આમીન…. સુમ્મા….. આમીન…..