USMAN ISHA GORDHAN [FATHER OF SUHEL GORDHAN] PASSED AWAY…….INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. HE WAS BURIED AT HASHAMSHAH [RA] GRAVEYARD. MAY ALLAH [SWT] GRANT A PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

Hajiyani Jaibunben W/O Ibrahimbhai Kapadia [Tichchuk] passed away. Inna Lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9am today. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameen.

શ્રાવણ માસ ચાલુ છે અને આજે કાળાભમ્મર વાદળોની ભરમાર વચ્ચે સવારની શરૂઆત થઇ અને વાદળાં ધીમીધારે રહેમતભર્યો વરસાદ વરસાવવાનું ચાલુ કર્યું હતું. વૃક્ષની બખોલે સચવાયેલા મેઘબુન્દ દડતા રેલાતા રવાલ ચાલે વહી રહ્યો છે, ડાળી સહારે લસરે, લચેલા લીલાછમ પાંદડેથી લચકીને ટોચેથી ટપકી રહ્યો છે, તે ટપ…ટપ સ્વર અને સુરના ધ્વનિગુંજનો સંભરાય છે. અસહ્ય ગરમી અને ઉકરાત વચ્ચે વરસાદ નું આગમન લોકોના મુખે સ્મિત રેલાતું કરી દીધું છે. આવા માહોલમાં અલ્લાહ ની રહેમત થઇ રહી છે.

Hajiyani Mariyamben Vali Sapa [Mother of Mohmed Vali / Late Musa Vali / Ismail Vali Sapa] passed away…….Inna Lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 10pm today. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameen.

આપણા ગામ ટંકારીઆ માં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી પ્રાથમિક સ્ટેજ પર જે વ્યક્તિને ઓક્સિજન લેવાં ૯૫ કરતા ઓછું જણાય તો ડોક્ટરની સલાહ લઇ ઘેરબેઠા ઓક્સિજન ની જરૂર હોય તો ઓક્સિજન બોટલ પહોંચાડવાનું કામ મેડિકલ ને લગતા આપણા ગામના બી.એસ.સી. નર્સિંગ તથા જી.એન.એમ. નર્સિંગ અને ડોક્ટર ની ટીમ તૈયાર કરી ઓક્સિજન બોટલ લગાડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તો કોઈપણ વ્યક્તિને ઓક્સિજન લેવલ ઓછું જણાય અને પ્રાથમિક સારવારની જરૂર જણાય તો નીચે આપેલ માહિતી મુજબ સારવાર લઇ શકે છે.


ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા પંથકમાં બકરી ઈદ ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. સવાર ઈદ ની નમાજ વિવિધ મસ્જિદોમાં અદા કરવામાં આવી હતી. ઈદ ના ખુંતબા બાદ ઇમામ સાહેબોએ સમગ્ર વિશ્વ ને આ કોરોના ની મહામારીમાંથી મુક્તિની વિશિષ્ટ દુઆ ગુજારવામાં આવી હતી. કોરોના ની મહામારી ને લઈને લોકોએ સોસીઅલ ડિસ્ટન્સ જાળવી દરેકને ઈદ ની શુભકામનાઓ પાઠવી હતી. તમામ દર્શકોને ઈદ મુબારક પાઠવીએ છીએ.