સતત વરસાદને પગલે પાદરમાં પાણી ભરાયા

ટંકારીઆ ગામમાં બે દિવસથી પડતા સતત વરસાદને પગલે ભૂખી ખાડી છલોછલ જઈ જવાથી તથા ગામનું તળાવ પણ ઓવરફ્લો થતા પાદરમાં પાણી ભરાવવાનું ચાલુ થઇ ગયું છે. અને જો આમને આમ વરસાદ વરસતો રહેશે તો પાદરમાં આવેલી નીચાણવાળી દુકાનોમાં તથા નીચાણવાળા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જશે. તે જોતા તમામ દુકાનદારોએ પોતપોતાનો સમાન સલામત સ્થળે ખસેડી લેવાની હિલચાલ કરતા દેખાય છે. ઘણા સમયથી સીતપોણ તરફ જતી કાન્સ ની સાફસફાઈ થઇ ના હોવાથી અગમ્ય ઝાડી ઝાંખરા કાન્સમાં ઉગી નીકળ્યા છે અને આખા ગામનો કચરો તથા આખા ગામનું ગટરોનું પાણી અને વરસાદી પાણી ના નિકાલની માત્ર ને માત્ર એક કાન્સ જ હોય તેમજ આખા ગામનો કચરો પણ કાન્સમાં ભેગો થતો હોઈ કાંસમાંથી પાણી નો પ્રવાહ ધીમી ગતિએ જાય છે. તો શું સત્તાવારાઓ તથા ગામના નેતાગણ આ બાબતે ધ્યાન આપશે? એવી લોકચર્ચા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*