ટંકારીઆ માં ૭૪માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર ભારત ૭૪મો સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી રહ્યું હોય ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ગામના કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલનના હસ્તે ધ્વજ ફરકાવી ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે તથા કોરોના વાઇરસની મહામારી ને ધ્યાને લઇ સ્વતંત્રતા દિવસ ની ઉજવણી એકદમ સાદગીથી કરવામાં આવી હતી. ધ્વજ વંદન અને સલામી બાદ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામ પંચાયત ના સભ્યો તથા ગામના તલાટી કમ મંત્રી નરેન્દ્રભાઈ વસાવા તથા ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ હાજરજનોને મીઠાઈ ની વહેંચણી કરવામાં આવી હતી.

The whole India is celebrating the 74th Independence Day. In Tankaria village of Bharuch taluka, at around 8.30 am today, the flag was hosted by the acting Sarpanch of the village, Smt. Mumtazben Usman Lalan. The program was concluded by singing the national anthem after flag salute. On this occasion, members of village panchayat and village talati cum mantri Narendrabhai Vasava and villagers were present. After the completion of the program, sweets were distributed to the attendees.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*