શ્રાવણ માસ ચાલુ છે અને આજે કાળાભમ્મર વાદળોની ભરમાર વચ્ચે સવારની શરૂઆત થઇ અને વાદળાં ધીમીધારે રહેમતભર્યો વરસાદ વરસાવવાનું ચાલુ કર્યું હતું. વૃક્ષની બખોલે સચવાયેલા મેઘબુન્દ દડતા રેલાતા રવાલ ચાલે વહી રહ્યો છે, ડાળી સહારે લસરે, લચેલા લીલાછમ પાંદડેથી લચકીને ટોચેથી ટપકી રહ્યો છે, તે ટપ…ટપ સ્વર અને સુરના ધ્વનિગુંજનો સંભરાય છે. અસહ્ય ગરમી અને ઉકરાત વચ્ચે વરસાદ નું આગમન લોકોના મુખે સ્મિત રેલાતું કરી દીધું છે. આવા માહોલમાં અલ્લાહ ની રહેમત થઇ રહી છે.